તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
સંજુ અને અભિષેક ઓપનિંગમાં આવશે, કિશન વનડાઉન અને તિલક નં.૪ પર બેટીંગમાં આવશે!
સૂર્યા એન્ડ કંપની આજનો મેચ જીતશે તો સેમીફાઇનલની રેસમાં ટકી રહેશે

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ના સુપર ૮ રાઉન્ડમાં પોતાની અસ્તિત્વ ટકાવી રાખવા માટેઆજે ઝિમ્બાબ્વેનો સામનો કરશે. ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સાંજે ૭ વાગ્યે રમાનારી આ હાઈ વોલ્ટેજ મેચ ભારત માટે સેમિફાઈનલની રેસમાં ટકી રહેવા માટે અનિવાર્ય છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચિંગ સ્ટાફ ટીમની બેટિંગ અને બોલિંગના સંતુલનને સુધારવા માટે પ્લેઈંગ ૧૧ માં બે મહત્વપૂર્ણ ફેરફારો કરવા વિચારી રહ્યા છે.
વર્તમાન ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી મોટી ચિંતાનો વિષય ટોપ ઓર્ડરનું ફોર્મ રહ્યું છે. અભિષેક શર્મા અને ઈશાન કિશનની જોડી અત્યાર સુધી પાવરપ્લેમાં અપેક્ષિત શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહી છે. જોકે સંજુ સેમસનને ૧ તક મળી હતી જેમાં તેણે આશાસ્પદ શરૂઆત કરી હતી, પરંતુ તે તેને મોટી ઈનિંગમાં ફેરવી શકયો ન હતો. હવે એવી ચર્ચા છે કે મેનેજમેન્ટ અભિષેક અને સંજુ પાસે ઈનિંગની શરૂઆત કરાવી શકે છે, જ્યારે ઈશાન કિશનને નંબર ૩ પર મોકલવામાં આવે તેવી શકયતા છે. આ ફેરફારને કારણે તિલક વર્મા નંબર ૪ અને સૂર્યા નંબર ૫ પર બેટિંગ કરવા આવી શકે છે.
બોલિંગ વિભાગમાં વોશિંગ્ટન સુંદરની સરખામણીમાં અક્ષર પટેલે શરૂઆતની ૩ મેચમાં ૬ વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચેન્નાઈની પિચ સ્પિનરોને મદદરૂપ હોવાથી, અક્ષર પટેલની વાપસી લગભગ નિ?તિ મનાઈ રહી છે. તેની બેટિંગ ક્ષમતા પણ નીચલા ક્રમમાં ભારત માટે બોનસ સાબિત થઈ શકે છે
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
