News of Thursday, 26th February 2026
અક્ષર પટેલ અને વોશીંગટન સુંદરને સાથે રમાડો : રવિ શાસ્ત્રી

નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવાની ભારપૂર્વક હિમાયત કરી છે. સાઉથ આફ્રિકા સામેની મેચમાં અક્ષરને બહાર રાખવાના નિર્ણયની ભારે ટીકા થઈ હતી. શાષાીનું માનવું છે કે ચેન્નાઈની પિચ પર અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર બંનેને સાથે રમાડવા જોઈએ. તેમના મતે, જો ટીમ પાસે ૮ બેટર્સ હોવા છતાં મોટો સ્કોર ન થઈ શકે, તો કંઈક ગંભીર ખામી છે. અક્ષરની હાજરીથી ટીમને બેટિંગમાં ઊંડાણ મળશે અને બોલિંગમાં એક વધારાનો મજબૂત વિકલ્પ પણ મળી રહેશે.
રવિ શાસ્ત્રીની સાથે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે પણ અક્ષર પટેલના અનુભવ પર ભરોસો મૂકવાની સલાહ આપી છે. જો અક્ષર ટીમમાં આવે છે, તો વોશિંગ્ટન સુંદર, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે સાથે મળીને ભારત પાસે ઓલરાઉન્ડર્સની મજબૂત ફોજ તૈયાર થશે. હવે જોવાનું એ રહેશે કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મેનેજમેન્ટ આ દિગ્ગજોની સલાહ માનીને ટીમમાં કેવા બદલાવ કરે છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
