News of Tuesday, 24th February 2026
અક્ષર પટેલને ઈન, અભિષેક શર્માને બહાર કરોઃ પાર્થિવ પટેલ

નવી દિલ્હીઃ આઈસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની દક્ષિણ આફ્રિકા સામે શરમજનક હાર બાદ ટીમની ખૂબ ટીકા થઈ રહી છે. ભારતની આગામી મેચ ૨૬ ફેબ્રુઆરીના રોજ ઝિમ્બાબ્વે સામે છે. આ મેચમાં બે ફેરફાર થઈ શકે છે. પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલ સહિત ઘણા પૂર્વ ક્રિકેટરોએ ટીમમાં ફેરફાર કરવાની માગ કરી છે. સૌથી વધુ ચર્ચા અક્ષર પટેલને લઈને થઈ રહી છે, જેને છેલ્લી બે મેચમાં તક નથી મળી. પાર્થિવ પટેલનું માનવું છે કે, અક્ષર પટેલને ટીમમાં પાછો લાવવો જોઈએ.
પાર્થિવ પટેલે ઓપનિંગ બેટિંગ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. અભિષેક શર્મા સતત ચોથી મેચમાં નિષ્ફળ ગયો છે, તેનું પ્રદર્શન ફલોપ ગયું છે. આવી સ્થિતિમાં તેને બહાર કરવામાં આવી શકે છે. તેણે સંકેત આપ્યો કે, ચેન્નાઈમાં રમાનારી મેચમાં સંજુ સેમસનને તક મળી શકે છે. ડાબા હાથના બેટ્સમેનોને ઓફ-સ્પિન સામે મુશ્કેલી પડી રહી છે, તેથી ટીમ મેનેજમેન્ટ ફેરફાર પર વિચાર કરી શકે છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
