તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
અમે મોટા શોટસ મારવાને બદલે રન દોડવા અને ગેમમાં ટકી રહેવા પર ધ્યાન આપ્યું
પિચ થોડી અલગ હતી અને બોલ સ્પોન્જી લાગી રહ્યો હતોઃ એડન મારકમ

નવી દિલ્હી : મેચ બાદ કેપ્ટન એડન મારક્રમે જીતનું રહસ્ય ખોલતા જણાવ્યું કે, એક સમયે ટીમે માત્ર ૨૦ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યાંથી ડેવિડ મિલર અને બ્રેવિસ વચ્ચેની ૧૦૦ રનની ભાગીદારીએ પાસા પલટી નાખ્યા. મારક્રમે કહ્યું, અમે નક્કી કર્યું હતું કે મેદાન પર પોતાનો ઈગો સાઈડમાં રાખીશું. પિચ થોડી અલગ હતી અને બોલ સ્પોન્જી લાગી રહ્યો હતો, તેથી અમે માત્ર મોટા શોટ્સ મારવાને બદલે રન દોડવા પર અને ગેમમાં ટકી રહેવા પર ધ્યાન આપ્યું. મધ્ય ઓવરોમાં અમારી આ બેટિગ જ મેચનું ટર્નિગ પોઈન્ટ સાબિત થઈ.
કેપ્ટન મારક્રમે લુંગી એન્ગિડીના વખાણ કરતા તેને અસલી ટીમ મેન ગણાવ્યો હતો. લુંગીને ક્યારે અને કયા રોલમાં બોલિંગ આપવી તે અમે પિચની સ્થિતિ જોઈને નક્કી કરીએ છીએ. મધ્ય ઓવરોમાં વિકેટ લેવાની તેની ક્ષમતા ટીમને હંમેશા મજબૂત સ્થિતિમાં રાખે છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
