તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
તો ભારત - પાકિસ્તાન ફરી ટકરાશે
સુપર-૮માં ભારત ટોચના સ્થાને અને પાકિસ્તાન બીજી ટીમ તરીકે ક્વોલીફાય થાય

નવી દિલ્હી : હવે સુપર-૮માં કુલ ૮ ટીમોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ગ્રુપ ૧માં ભારત, ઝિમ્બાબ્વે, વેસ્ટઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામેલ છે. જ્યારે ગ્રુપ ૨માં પાકિસ્તાન સાથે ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમો છે. સુપર-૮ તબક્કામાં દરેક ટીમ પોતાના ગ્રુપની બાકીની ત્રણ ટીમો સામે એક-એક મુકાબલો રમશે.
ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટો સવાલ હવે ભારત-પાકિસ્તાન મુકાબલાને લઈને છે. સુપર-૮માં બંને ટીમો અલગ-અલગ ગ્રુપમાં હોવાથી સીધી ટક્કર શકય નથી. પરંતુ જો ગ્રુપ ૧માંથી ભારત ટોચ પર રહીને સેમિફાઇનલમાં પહોંચે અને ગ્રુપ ૨માંથી પાકિસ્તાન બીજી ટીમ તરીકે ક્વોલિફાય કરે, તો સેમિફાઇનલમાં બંને ચિર પ્રતિસ્પર્ધીઓ વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો જોવા મળી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો કોઈપણ મુકાબલો માત્ર રમત નહીં પરંતુ ભાવનાઓનો મહાસંગ્રામ બની જાય છે.
આગામી દિવસોમાં સુપર-૮ના મુકાબલાઓ ટૂર્નામેન્ટનું દિશા નિર્ધારિત કરશે. ક્રિકેટપ્રેમીઓની નજર હવે પોઇન્ટ ટેબલ પર રહેશે કે કઈ ટીમ ટોચ પર રહે છે અને કઈ ટીમ બહાર થઈ શકે છે. જો બધું અનુમાન મુજબ ગયું તો ફરી એકવાર વિશ્વ ક્રિકેટને ભારત-પાકિસ્તાન સેમિફાઇનલ જેવી ઐતિહાસિક ટક્કર જોવા મળી શકે છે
સુપર-૮ માં ભારતના મુકાબલા
તા. રર ભારત વિ. સાઉથ આફ્રિકા
તા. ર૬ ભારત વિ. ઝિમ્બાબ્વે
તા. ૦૩ ભારત વિ. વેસ્ટઇન્ડિઝ
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
