તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
સ્ટાર બોલર શાહીન આફ્રિદી અને વર્લ્ડ નંબર-3 અબરાર ટીમમાંથી આઉટ, નામિબિયા સામેની મેચમાં પાકિસ્તાનનો 'માસ્ટરસ્ટ્રોક' કે મજબૂરી?
ટીમ ઈન્ડિયા સામેની હાર બાદ પસંદગીકારોનો સપાટો: ખરાબ ફોર્મ નડ્યું અને જમઈ હોવા છતાં આફ્રિદીએ કરી બહાર કરવા માંગ - બાબર આઝમ માટે છેલ્લી તક, શું પાકિસ્તાન વર્લ્ડ કપમાં ટકી શકશે?

ન્યૂયોર્ક :T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન ટીમ અત્યારે મુશ્કેલીના પહાડ નીચે દબાયેલી છે. ભારત સામેની શરમજનક હાર બાદ પાકિસ્તાની ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. નામિબિયા સામેની અત્યંત મહત્વની મેચમાં પાકિસ્તાને તેમના મુખ્ય બોલર શાહીન આફ્રિદી અને વિશ્વના ત્રીજા નંબરના T20 બોલર અબરાર અહેમદને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધા છે. આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં આશ્ચર્યની લહેર દોડી ગઈ છે.
શાહીન આફ્રિદીનું ફોર્મ આ વર્લ્ડ કપમાં અત્યંત ચિંતાજનક રહ્યું છે. ત્રણ મેચમાં માત્ર ૩ વિકેટ અને ૧૧.૨૨નો આઘાતજનક ઈકોનોમી રેટ તેની ખરાબ લયની ચાડી ખાય છે. ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચમાં પણ તેણે ૨ ઓવરમાં ૩૧ રન લૂંટાવ્યા હતા. બીજી તરફ, અબરાર અહેમદ રેન્કિંગમાં નંબર-૩ પર હોવા છતાં પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યો હતો. પસંદગીકારોએ હવે બેટિંગ મજબૂત કરવા માટે સલમાન મિર્ઝા અને યુવા ખેલાડી ખ્વાજા નાફેને તક આપી છે.
ક્રિકેટમાં ભાગ્યે જ જોવા મળે તેવો કિસ્સો અહીં બન્યો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પોતે શાહીનને ટીમમાંથી હટાવવાની હિમાયત કરી હતી. નોંધનીય છે કે શાહીન આફ્રિદી તેનો જમાઈ છે, છતાં દેશહિતમાં તેણે કડક વલણ અપનાવતા મીડિયા સામે આ નિવેદન આપ્યું હતું. મોહમ્મદ યુસુફ જેવા દિગ્ગજોએ પણ બાબર અને શાદાબને પડતા મૂકવાની માંગ કરી છે.
ભલે શાહીનની છુટ્ટી થઈ ગઈ હોય, પરંતુ કેપ્ટન બાબર આઝમ હજુ પણ ટીમમાં ટકી રહ્યો છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર ૨૨ની એવરેજથી ૬૬ રન બનાવનાર બાબર માટે નામિબિયા સામેની મેચ 'કરો અથવા મરો' જેવી છે. જો તે આ મેચમાં પણ ફ્લોપ જશે, તો આગામી મેચમાં તેને પણ બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે.
પાકિસ્તાનની નવી પ્લેઈંગ ઈલેવન: સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, સલમાન આગા, બાબર આઝમ (કેપ્ટન), ઉસ્માન ખાન, ખ્વાજા નાફે, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, સલમાન મિર્ઝા અને ઉસ્માન તારિક
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
