<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

આજે ભારત વિ.નેધરલેન્‍ડ વચ્‍ચે મુકાબલોઃ સિનિયર ખેલાડીઓને આરામ અપારે કે ટીમ યથાવત રહેશે?

જો કે બેટીંગ કોચ સિતાંશુ કોટક કહે છે અમે આ મેચને કોઈ ડીલાશથી લેશું નહીં, બુમરાહ અંગેનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવાશે

નવી દિલ્‍હીઃ ટી૨૦ વર્લ્‍ડકપમાં આજે  અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં નેધરલેન્‍ડ અને ભારત વચ્‍ચે મુકાબલો રમનાર છે. ત્‍યારે ભારતે સાફ કરી દીધું છે કે તે કોઈ પણ ઢીલાસ મૂકવાના મૂડમાં નથી. ટીમ ઈન્‍ડિયાના બેટિગ કોચ સિતાંશુ કોટકે કહ્યું છે કે, 'ઝડપી બોલરોમાં જસપ્રીત બૂમરાહને નેધરલેન્‍ડ સામેના મુકાબલામાં કોઈ જ આરામ આપવાની સંભાવના દેખાઈ રહી નથી.'

ટીમ ઈન્‍ડિયા પહેલાથી જ સુપર ૮માં પોતાની જગ્‍યા સુનિヘતિ કરી ચૂક્‍યું છે ત્‍યારે એવી ચર્ચાઓ હતી કે જસપ્રીત બૂમરાહને નેધરલેન્‍ડ સામેની મેચમાં આરામ અપાઈ શકે છે પણ ટીમ મેનેજમેન્‍ટ ટુર્નામેન્‍ટમાં લય જાળવી રાખવા માંગે છે. કોટકે પ્રિ મેચ પ્રેસ કોન્‍ફરન્‍સ દરમિયાન કહ્યું કે હાલ એવું નથી લાગતું કે બૂમરાહને આરામ કરશે. છેલ્‍લો નિર્ણય પછી લેવાશે.

 ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની સ્‍પોર્ટ્‍સ સાઇન્‍સ ટીમ સતત બૂમરાહના વર્કલોડ પર નજર રાખે છે અને જરૂર જણાય ત્‍યારે જસપ્રીતને આરામ પણ આપે છે.

અભિષેક શર્મા અંગે બેટિંગ કોચ સિતાંશુ કોટકે અભિષેકનો બચાવ કરતાં કહ્યું હતું કે ટીમ આ પ્રદર્શનનું વધારે પડતું વિશ્‍લેષણ કરવા માંગતી નથી. તે હાલ સંપૂર્ણ રીતે ઠીક છે, અમે ઓવરએનાલિસિસ નહીં કરીએ. તે પોતાના પ્‍લાનને લઈને ક્‍લિયર છે.

બેટિંગ કોચ કોટકે આ સાથે વિકેટ કીપર અને બેટર ઈશાન કિશન પણ ભરપૂર વખાણ કરતાં કહ્યું કે કિશનનો આત્‍મવિશ્વાસ બાળપણથી તેની તાકાત રહ્યો છે અને તે જ માનસિકતાથી તે ટી૨૦ ક્રિકેટમાં રમી રહ્યો છે જે તેને અલગ ઓળખ આપે છે.

(10:35 AM IST)