<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ઑસ્‍ટ્રેલિયા-પાકિસ્‍તાન પર લટકતી તલવાર : નેપાળ, ઓમાન, નામીબીયાની સફર પૂરી

ટી૨૦ વર્લ્‍ડકપમાં મોટા ઉલટફેર

નવી દિલ્‍હી : આ વર્ષે ક્રિકેટ ટી૨૦ વર્લ્‍ડકપમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ઑસ્‍ટ્રેલિયા હારતા આ ટીમ પર હવે ટુર્નામેન્‍ટથી બહાર થવાનો ખતરો વધી ગયો છે. જો આજે ઝિમ્‍બાબ્‍વે આયર્લેન્‍ડને મ્‍હાત આપે તો ઑસ્‍ટ્રેલિયાની સફર અહીં જ પૂર્ણ થઈ જશે. જો ઝિમ્‍બાબ્‍વે આગામી બે મેચ હારે તો જ ઑસ્‍ટ્રેલિયા આગળ જઈ શકશે.

ટુર્નામેન્‍ટમાં લીગ સ્‍ટેજમાં જ નેપાળ, ઓમાન અને નામીબિયાની સફર સમાપ્ત થઈ ગઈ છે. ભારત સામે પરાજય બાદ પાકિસ્‍તાનની સ્‍થિતિ પણ સારી નથી. તે ગ્રુપ-Aમાં ત્રીજા સ્‍થાન પર છે. જો હવે છેલ્લી લીગ મેચમાં પણ જીત ન મળી તો પાકિસ્‍તાન પણ ટુર્નામેન્‍ટથી બહાર થઈ શકે છે.  બીજી તરફ નેધરલેન્‍ડનો ભારત સાથે મુકાબલો થવાનો છે. એવામાં જો આ મેચમાં ભારતનો વિજય થયો તો નેધરલેન્‍ડ પણ સુપર-૮ની રેસમાંથી લગભગ બહાર જ થઈ જશે

(3:57 PM IST)