તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
ભારત સુપર -૮માં પોતાનો પહેલો મેચ સાઉથ આફ્રિકા સામે અને ત્રીજો મેચ વિન્ડીઝ સામે રમશે
સેમી ફાઇનલમાં પહોંચવા ઓછામાં ઓછી બે મેચ કે ગ્રુપના ટોપ-ટુમાં રહેવુ પડશે

નવી દિલ્હી : આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ૬૧ રનથી હરાવીને સુપર ૮ માટે ક્વોલિફાય કર્યું છે. ટીમ ઈન્ડિયાનો લીગ સ્ટેજનો છેલ્લો મેચ આવતી કાલે સાંજે નેધરલેન્ડ્સ સામે છે અને આ મેચ હવે ડેડ-રબર છે. જો કે, સૂર્યકુમાર યાદવ અન્ડ કંપની પોતાનો વિજયરથ જાળવી રાખવા અને તમામ પ્રયાસ કરશે. સુપર ૮માં ટીમ ઈન્ડિયા સામે કઈ ટીમો ટકરાશે અને ભારત કયાં અને કયારે રમાશે તેનું શેડ્યુલ સામે આવી ગયું છે.
ભારત સુપર-૮માં પોતાનો પહેલો મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગ્રુપ-Dમાં રહેલા દક્ષિણ આફ્રિકાએ ૩ મેચમાંથી ૩ જીત સાથે સુપર ૮માં સ્થાન મેળવ્યું છે. દક્ષિણ આફ્રિકા ગ્રુપ-Dમાં ટોપ પર છે અને તેની છેલ્લી મેચ ૧૮ ફેબ્રુઆરીએ સંયુક્ત આરબ અમીરાત સામે છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સુપર-૮ની બીજી મેચ રમશે. પ્રી-સીડિંગ શેડ્યૂલ અનુસાર, આ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. પરંતુ, ૨૬ ફેબ્રુઆરીએ રમાનારી આ મેચ માટે ઓસ્ટ્રેલિયા હજુ સુધી ક્વોલિફાય થયું નથી અને તેના પર ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો છે. જો ઓસ્ટ્રેલિયા બહાર થઈ જાય છે અને તેના સ્થાને ઝિમ્બાબ્વે ક્વોલિફાય થાય છે, જેની સંભાવના ખૂબ જ વધારે છે, તો ભારત પ્રી-સીડિંગ શેડ્યૂલ અનુસાર ઝિમ્બાબ્વે સામે રમશે, કારણ કે ઝિમ્બાબ્વે ઓસ્ટ્રેલિયાના સ્થાને ક્વોલિફાય થશે.
ત્યારબાદ ભારતનો સુપર-૮નો ત્રીજો મેચ વેસ્ટ ઇન્ડીઝ સામે છે. ભારત ૧ માર્ચે વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાનારી આ મેચ ભારતની સુપર ૮ની છેલ્લી મેચ હશે. ટુર્નામેન્ટની શરૂઆત પહેલાં બધી ટીમોને સીડિંગ કરવામાં આવી હતી. ભારત, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ તેમના સીડિંગના આધારે ક્વોલિફાય થઈ છે. હવે તેનાથી કોઈ ફરક પડતો નથી કે, ટીમો ગ્રુપ સ્ટેજ પછી પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે રહે છે કે બીજા ક્રમે. પરંતુ, જો આમાંથી કોઈ ટીમ ક્વોલિફાય થઈ શકતી નથી તો તેમના સ્થાને ક્વોલિફાય થનારી બે ટીમોને સુપર ૮માં સીડિંગ કરવામાં આવશે. ભારતને સેમિફાઇનલમાં પહોંચવા માટે ગ્રુપ સ્ટેજની ઓછામાં ઓછી બે મેચ જીતવી પડશે અથવા તેમના ગ્રુપના ટોપ-૨માં રહેવું પડશે. જો ટીમ ઈન્ડિયા આ હાંસલ કરવામાં સફળ રહે છે, તો તેઓ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
