તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
લંકા વિજય : નિસાંકાના વાવાઝોડામાં કાંગારૂઓ ઉડ.યા, શ્રીલંકાની સુપર-૮માં ગર્જના!
મોટો ઉલટફેર : ઓસ્ટ્રેલિયાનું સૂરજ આથમ્યું, શ્રીલંકાએ ૮ વિકેટે હરાવી બહાર ફેંકયું

નવી દિલ્હી : ટી૨૦ વર્લ્ડકપમાં શ્રીલંકાએ ઈતિહાસ રચી દીધો છે. ગ્રુપ સ્ટેજની મહત્વપૂર્ણ મેચમાં શ્રીલંકાએ વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયાને ચારે ખાણે ચિત્ત કરીને સુપર-૮માં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. આ મેચ માત્ર શ્રીલંકાની જીત નથી, પરંતુ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ માટે વર્લ્ડકપમાંથી એક્ઝિટ ગેટ સાબિત થઈ છે.
પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રીલંકાની સચોટ બોલિંગ સામે ૧૮૧ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં શ્રીલંકાએ આક્રમક શરૂઆત કરી હતી. ઓપનર પથુમ નિસાંકાએ મેદાનના ખૂણે ખૂણે સ્ટ્રોક ફટકારીને શાનદાર સદી ફટકારી હતી. શ્રીલંકાએ માત્ર ૨ વિકેટના નુકસાને ૧૮૪ રન બનાવી લીધા.
આ હાર સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ માટે વર્લ્ડકપના સેમીફાઈનલના સમીકરણો હવે લગભગ અશકય બની ગયા છે. શ્રીલંકાના ખેલાડીઓના શાનદાર ફોર્મને જોતા હવે તેઓ સુપર-૮માં પણ અન્ય ટીમો માટે ખતરો બની શકે છે. (
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
