તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 16th February 2026
શોએબ અખ્તર લાઈવ ટીવી શૉ માં મોહસીન નકવી પર ભડકયો, ‘જાહિલ' ગણાવ્યા

નવી દિલ્હી : પાકિસ્તાનનો ભારત સામે કારમો પરાજય થતા પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તર પોતાની બોર્ડના ચેરમેન મોહસિન નકવી પર ભડકી ગયા. શોએબ અખ્તરે લાઈવ ટીવી પર નકવીને‘જાહિલ' અને અયોગ્ય ગણાવી દીધો.
પાકિસ્તાનની કારમી હાર પર પ્રતિક્રિયા આપતા પીસીબીના ચેરમેન મોહસિન નકવી પર ભડકી ગયો અને લાઈવ ટીવી પર તેમની આબરુના ધજાગરા ઉડાવી દીધા. તેણે કહ્યું કે,‘જો તમે મને તમારી ચેનલનો ચેરમેન બનાવી દો તો મને શું ખબર કે ચેનલ કેવી રીતે ચલાવાની છે? આવી જ રીતે એક વ્યક્તિને એ નથી ખબર કે ક્રિકેટ કેવી રીતે ચાલે છે અને તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન છે. હવે શું કરી શકીએ. હવે કેવી રીતે ટીમ ચાલશે? તમે કહી રહ્યા છો કે, જે વ્યક્તિને તમે સુપરસ્ટાર બનાવ્યો છે તે એક મેચ ન જીતાડી શકે. તમે એવા વ્યક્તિને સુપરસ્ટાર બનાવ્યો છે જે એક મેચ નથી જીતાડી શકતો.'
શોએબ અખ્તર આગળ કહ્યું કે, ‘ભાઈ, જ્યારે તમે આવા લોકોને સ્ટાર બનાવો છો, જ્યારે તમે તેમને પસંદ કરો છો, ત્યારે તમારે આ સમસ્યાનો સામનો કરવો પડશે. પણ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી મોટો ગુનો શું છે? દુનિયાનો સૌથી મોટો ગુનો એ છે કે તમે એક અયોગ્ય વ્યક્તિને જોબ આપી છે. જ્યારે તમે એક અયોગ્ય અને જાહિલ વ્યક્તિને નોકરી આપો છો, ત્યારે તે તમારા દેશને તબાહ કરી નાખે છે. તે કોઈપણ સંગઠનને નીચે પાડી શકે છે. ઉદાહરણ તમારી સામે છે. તમે એટલા સમજદાર તો છો કે, તમે આ સમજી શકો.'
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
