તા. ૧૦ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૫ શનિવાર
News of Saturday, 14th February 2026
વારાણસીના ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રિશૂળ આકારની ફલડલાઇટ્સ
૪૫૧ કરોડના ખર્ચે બની રહેલા સ્ટેડિયમની છતનું માળખું ભગવાન શિવના કપાળ પર દર્શાવવામાં આવેલા અર્ધચંદ્રાકાર ચંદ્રથી પ્રેરિત છે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્રભા મોદીના લોકસભા મતવિસ્તાર વારાણસીમાં ૪૫૧ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવી રહેલા વારાણસી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ફલડલાઇટ્સ ત્રિશૂળ આકારની લગાવવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સપ્ટેમ્બર ૨૦૨૩માં સચિન તેન્ડુલકર જેવા ક્રિકેટ-દિગ્ગજો સાથે આ સ્ટેડિયમનો પાયો નાખ્યો હતો.
ગંગા નદીના કિનારે આવેલા ગંજરીમાં બાંધવામાં આવી રહેલા આ સ્ટેડિયમની ડિઝાઇન પણ ભગવાન શિવથી પ્રેરણા લે છે. સ્ટેડિયમને અનન્ય બનાવતી વસ્તુ એનું પ્રતીકાત્મક સ્થાપત્ય છે. સ્ટેડિયમની છતનું માળખું ભગવાન શિવના કપાળ પર દર્શાવવામાં આવેલા અર્ધચંદ્રાકાર ચંદ્રથી પ્રેરિત છે. સ્ટેડિયમનો બેઠક લેઆઉટ ઘાટના પ્રતિષ્ઠિત પગથિયાંને પ્રતિબિબિત કરે છે અને બિલ્વ પત્રની પેટર્ન અને ડમરુ-થીમ આધારિત મીડિયા સેન્ટર બાંધવામાં આવી રહ્યું છે. લગભગ ૩૦,૦૦૦ લોકોની અંદાજિત બેઠક-ક્ષમતા સાથે આ સ્થળ આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરે એવી અપેક્ષા છે અને પૂરું થયા પછી આઈપીએલની મેચો પણ અહીં રમાડવામાં આવશે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
