તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th February 2026
બ્લુ આર્મીનો જલવોઃ કિશનનું તોફાન અને વરૂણનો જાદુઃ નામીબિયા પાણીમાં બેસી ગયું
ટીમ ઇન્ડિયાની સતત બીજી જીત, પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને

નવી દિલ્હીઃ ટી૨૦વર્લ્ડકપમાં આજે ભારતની નામિબિયાને સામે ૯૩ રનથી જીત થઈ છે. ભારતે નિર્ધારીત ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૨૦૯ રન નોંધાવ્યા હતા, જેની સામે નામિબિયાની ટીમ માત્ર ૧૧૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આજની મેચમાં ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ વિસ્ફોટ બેટિંગ કરી હતી, તો વરૂણ ચક્રવર્તીએ પણ દમદાર બોલિગ કરી હતી.
ઈશાન કિશને ૨૪ બોલમાં ૬ ફોર અને ૫ સિક્સ સાથે ૬૧ રનની વિસ્ફોટ ઈનિગ રમી છે, તો હાર્દિક પંડ્યાએ ૨૮ બોલમાં ૪ ફોર અને ૪ સિક્સ સાથે ૫૨ રન નોંધાવી દમદાર બેટિગ કરી છે. આ ઉપરાંત સંજુ સેમસને ૮ બોલમાં ૧ ફોર અને ૩ સિક્સ સાથે ૨૨ રન, તિલક વર્માએ ૨૧ બોલમાં ૩ ફોર સાથે ૨૫ રન, સુકાની સૂર્યકુમાર યાદવે ૧૩ બોલમાં ૧ સિક્સ સાથે ૧૨ રન, શિવમ દુબેએ ૧૬ બોલમાં ૧ ફોર અને ૧ સિક્સ સાથે ૨૩ રન નોંધાવ્યા છે. જ્યારે રિકુ સિહ ૧ રન, અક્ષર પટેલ ૦, અર્શિદ સિહ ૨ રન અને વરુણ ચક્રવર્તીએ અણનમ ૧ રન નોંધાવ્યો છે.
નામિબિયા તરફથી ગેરહાર્ડ ઈરાસ્મસે ૪ ઓવરમાં ૨૦ રન આપીને ૪ વિકેટ ઝડપી છે. જ્યારે બેન શિકોંગોએ ૩ ઓવરમાં ૪૧ રન આપીને ૧ વિકેટ, જેજે સ્મિટે ૪ ઓવરમાં ૫૦ રન આપીને ૧ વિકેટ અને બર્નાર્ડ શોલ્ટ્ઝે ૪ ઓવરમાં ૪૧ રન આપીને ૧ વિકેટ મેળવી છે. જ્યારે રૂબેન ટ્રમ્પલમેને ૪ ઓવરમાં ૩૮ રન અને મેક્સ હેંગોએ ૧ ઓવરમાં ૧૮ રન આપ્યા હતા, પરંતુ આ બંને બોલરોને કોઈ સફળતા મળી નથી.
નામિબિયા તરફથી લોરેન સ્ટેનકેમ્પે ૨૦ બોલમાં ૩ ફોર અને ૧ સિક્સ સાથે ૨૯ રન, જાન ફ્રાયલિકે ૧૫ બોલમાં ૩ ફોર અને ૧ સિક્સ સાથે ૨૨ રન, ગેરહાર્ડ ઇરાસ્મસે ૧૧ બોલમાં ૨ સિક્સ સાથે ૧૮ રન નોંધાવ્યા હતા. બાકીના અન્ય ખેલાડીઓએ પણ નબળી બેટિગ કરી હતી.
વરુણ ચક્રવર્તીએ શાનદાર સ્પેલ નાખતા માત્ર ૨ ઓવરમાં ૭ રન આપી ૩ વિકેટ ઝડપી છે. હાર્દિક પંડ્યાએ ૪ ઓવરમાં ૨૧ રન આપીને ૨ વિકેટ અને અક્ષર પટેલે ૩ ઓવરમાં ૨૦ રન આપીને ૨ વિકેટ લીધી છે. આ ઉપરાંત અર્શદીપ સિહ, શિવમ દુબે અને જસપ્રિત બુમરાહે પણ ૧-૧ વિકેટ ઝડપીને ટીમને મદદ કરી છે.
આ જીત સાથે પોઇન્ટ ટેબલમાં ભારત ટોચના સ્થાને પહોંચી ગયું છે. (૩૮.૧૨)
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
