તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th February 2026
ટીમ ઈન્ડિયામાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: ભારત-પાક. મેચ કન્ફર્મ થતા જ ખેલાડીઓમાં દોડી ખુશીની લહેર, તિલક વર્માએ ખોલ્યા ડ્રેસિંગ રૂમના રહસ્યો!
T20 વર્લ્ડ કપમાં નામિબિયા સામેના જંગ પહેલા તિલક વર્માની તોફાની પ્રેસ કોન્ફરન્સ; અભિષેક શર્માની તબિયત અને બુમરાહના કમબેક પર આપ્યું મોટું અપડેટ - 'અમે પાકિસ્તાન સામે લડવા પહેલેથી જ તૈયાર હતા'

નવી દિલ્હી: ક્રિકેટના મહાકુંભ T20 વર્લ્ડ કપ 2026ની ગરમી હવે આસમાને પહોંચી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુરુવારે ભારત અને નામિબિયા વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે, પરંતુ આખી દુનિયાની નજર ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચ પર ટકેલી છે. આ હાઈ-પ્રોફાઈલ મેચના સમાચાર મળતા જ ભારતીય ટીમમાં કેવું વાતાવરણ હતું, તેની અંદરની વાત યુવા બેટ્સમેન તિલક વર્માએ શેર કરી છે.
પ્રેસ કોન્ફરન્સમાં તિલક વર્માએ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, "ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કન્ફર્મ થઈ હોવાના સમાચાર જેવો અમને મળ્યા, આખી ટીમનો જોશ બમણો થઈ ગયો. અમે આ મેચ માટે માનસિક રીતે પહેલેથી જ તૈયાર હતા, પણ હવે તે સત્તાવાર થતા અમે મેદાનમાં ઉતરવા માટે આતુર છીએ." ભારત અને પાકિસ્તાન ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોના મેદાનમાં સામસામે ટકરાશે.
: ટીમના ઓપનર અભિષેક શર્માને પેટના ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, જે ચાહકો માટે ચિંતાનો વિષય હતો. તિલકે રાહતના સમાચાર આપતા કહ્યું કે, "અભિષેકને આજે રજા મળી ગઈ છે અને મેચના દિવસે તેની તબિયત જોઈને નિર્ણય લેવાશે." બીજી તરફ, ઘાતક બોલર જસપ્રીત બુમરાહ પણ સંપૂર્ણ ફિટ છે અને તે ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરી તબાહી મચાવશે તેવી આશા વ્યક્ત કરી છે.
નામિબિયા સામેની મેચ અંગે તિલકે સાવધ વલણ અપનાવતા કહ્યું કે, "વર્લ્ડ કપમાં કોઈ પણ ટીમને નબળી ગણવી એ ભૂલ છે. દિલ્હીની પિચ અને પરિસ્થિતિઓને સમજીને અમારે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે." પોતાની ભૂમિકા વિશે તેણે સ્પષ્ટ કર્યું કે ટીમ તેને ગમે તે નંબરે બેટિંગ કરવા મોકલશે, તે ભારતને વર્લ્ડ કપ જીતાડવા માટે પોતાનું સર્વસ્વ આપી દેશે. દિલ્હીમાં રમાનારી આ મેચ ટીમ ઈન્ડિયા માટે પાકિસ્તાન સામેના મહાજંગ પહેલાની છેલ્લી અને મહત્વની પ્રેક્ટિસ જેવી સાબિત થશે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
