<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

વર્લ્‍ડ કપ દરમ્‍યાન ફેમિલીને સાથે રાખવાની સૂર્યકુમારની વિનંતી થઈ રિજેક્‍ટ

જોકે ક્રિકેટ બોર્ડે કહ્યું કે ખેલાડીઓ ઇચ્‍છે તો સ્‍વખર્ચે ફૅમિલી માટે હોટેલમાં અલગ વ્‍યવસ્‍થા કરી શકે

નવી દિલ્‍હી : એક અહેવાલ પ્રમાણે હાલમાં ભારત અને શ્રીલંકામાં ચાલી રહેલા ટી૨૦ વર્લ્‍ડ કપ દરમ્‍યાન ફેમિલી-મેમ્‍બરને સાથે રાખવા દેવાની કેપ્‍ટન સૂર્યકુમાર યાદવની વિનંતીને ક્રિકેટ બોર્ડે નકારી કાઢી છે. સૂર્યકુમારે ખેલાડીઓ સાથે તેમની પત્‍ની અથવા મંગેતરને સાથે રહેવા દેવાની વિનંતી કરી હતી.

અહેવાલ પ્રમાણે ક્રિકેટ બોર્ડે એના જવાબમાં સ્‍પષ્ટ કર્યું હતું કે ટુર્નામેન્‍ટ દરમ્‍યાન ખેલાડીઓના પરિવારને ટીમ સાથે રોકાવાની મંજૂરી નથી, પણ જો કોઈ કોઈ ખેલાડી ઇચ્‍છે તો પોતાના પરિવાર માટે હોટેલમાં અલગ રોકાવાની વ્‍યવસ્‍થા કરી શકે છે. એની સંપૂર્ણ જવાબદારી એ ખેલાડીએ ઉઠાવવી પડશે, બોર્ડ તરફથી કોઈ વ્‍યવસ્‍થા કરવામાં આવશે નહીં.

(3:43 PM IST)