<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

પેરિસમાં વોચ-પાર્ટીમાં શુભમન ગિલે ફુટબોલનો આનંદ માણ્‍યો ભૂતપૂર્વ ડિફેન્‍ડર પ્‍લેયર સાથે

 

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટ કેપ્‍ટન શુભમન ગિલ ટી૨૦ વર્લ્‍ડ કપમાંથી બહાર હોવાથી હાલમાં વિદેશમાં વેકેશન માણી રહ્યો છે. તે ક્રિકેટ સિવાય પણ ગ્‍લોબલ સ્‍પોર્ટ્‍સ આઇકન્‍સ અને ફેન્‍સ વચ્‍ચે પોતાની હાજરી વધારી રહ્યો છે. પેરિસમાં મેન્‍ચેસ્‍ટર યુનાઇટેડની ફુટબોલ મેચની વોચ-પાર્ટીમાં જોવા મળ્‍યો હતો. ટીવી-પ્રોજેક્‍ટર પર પ્રીમિયર લીગની મેચ જોવા એકઠા થયેલા લોકોમાં ઇંગ્‍લેન્‍ડ અને મેન્‍ચેસ્‍ટર યુનાઈટેડના ભૂતપૂર્વ ડિફેન્‍ડર રિયો ફર્ડિનાન્‍ડ પણ જોડાયો હતો. તેણે ભારતીય કેપ્‍ટન સાથે વાતચીત કરીને ઇવેન્‍ટના અંતે નજીકના લોકો સાથે સેલ્‍ફી પણ પડાવ્‍યો હતો

(3:46 PM IST)