<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

મેદાનમાં કિવી ટીમના જ બે ખેલાડીઓ એકબીજા સાથે અથડાયા

 

કેચ પકડતી વખતે સાઈફર્ટ-ફિન એલન વચ્‍ચે ટક્કર થઈ અને બંને મેદાન પર પડી ગયાઃ થોડી સેકન્‍ડો માટે બંને મેદાન પર જ પડ્‍યા રહ્યા અને એકબીજાને જોઈ રહ્યા હતા

મુંબઈઃ ટી૨૦ વર્લ્‍ડ કપની ચોથી મેચમાં ન્‍યૂઝીલેન્‍ડ અને અફઘાનિસ્‍તાન બંને ટીમ સામસામે હતી. આ મેચમાં ન્‍યૂઝીલેન્‍ડની ટીમ પહેલા બોલિગ કરી રહી હતી પરંતુ ઇનિગની ત્રીજી ઓવરમાં જ કંઈક એવું બન્‍યું કે, જેના કારણે કિવી ટીમના જ બે ખેલાડીઓ એકબીજા સાથે અથડાયા હતા. આ એક દ્રશ્‍યએ ત્‍યાં હાજર ખેલાડીઓ અને પ્રેક્ષકોને થોડીવાર માટે ચિતામાં મૂકી દીધા હતા.

(4:08 PM IST)