તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
અંડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા ઉપર BCCI એ જાહેર કર્યું
ટીમ ઇન્ડિયાને આ ખિતાબ જીતવા બદલ ICC તરફથી કોઈ પુરસ્કાર મળ્યો નથી, અને ખેલાડીઓ ફક્ત મેડલ સાથે પાછા ફર્યા હતા

મુંબઈ :જુનિયર ક્રિકેટમાં પણ ભારતનો દબદબો દુનિયાએ ફરી એકવાર જોયો છે. અંડર-19 ક્રિકેટમાં વિશ્વની સૌથી સફળ ટીમ ભારત ફરી એકવાર વિશ્વ ચેમ્પિયન બન્યું છે. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ઝિમ્બાબ્વે ખાતે અંડર-19 વર્લ્ડ કપ 2026 જીત્યો છે. જે સતત છઠ્ઠો જીતનો રેકોર્ડ છે. ભારતીય ક્રિકેટ બોર્ડે, વૈભવ સૂર્યવંશી સહિત આ યુવા ભારતીય ખેલાડીઓની સફળતા માટે ખુલ્લા મનથી નોંધપાત્ર ઇનામ જાહેર કર્યું છે. આખી ટીમને રૂપિયા 7.5 કરોડ નું ઇનામ મળશે
હરારેમાં રમાયેલા ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026 ના ફાઇનલમાં ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું. આ જીત સાથે, ટીમ ઇન્ડિયા છઠ્ઠી વખત અંડર-19 ચેમ્પિયન બની. ભારતનો પાછલો ખિતાબ 2022 માં ઇંગ્લેન્ડ સામે હતો. જોકે, ટીમ ઇન્ડિયાને આ ખિતાબ જીતવા બદલ ICC તરફથી કોઈ પુરસ્કાર મળ્યો નથી, અને ખેલાડીઓ ફક્ત મેડલ સાથે પાછા ફર્યા હતા. ICC અંડર-19 સ્તરે કોઈ નાણાકીય પુરસ્કાર આપવામાં આવતા નથી, કારણ કે આ ટુર્નામેન્ટ યુવા ખેલાડીઓ માટે વિકાસ પ્લેટફોર્મ તરીકે રમાય છે.
ICC એ તેની નીતિ મુજબ વિજેતા ભારતીય ટીમને પુરસ્કાર આપ્યો ન હતો, પરંતુ BCCI એ દરેક સ્તરે વિશ્વ ચેમ્પિયન ટીમનું સન્માન કરવાની પરંપરા ચાલુ રાખી છે. ટાઇટલ જીત્યાના બીજા દિવસે, 7 ફેબ્રુઆરી, શનિવારના રોજ, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ અંડર-19 ટીમની સફળતાને સમગ્ર રાષ્ટ્ર માટે આનંદનો પ્રસંગ જાહેર કર્યો અને રૂપિયા 7.5 કરોડના ઇનામની જાહેરાત કરી છે. આ અંડર-19 સ્તરે BCCI દ્વારા આપવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી ઇનામ રકમ છે. અગાઉ, ભારતીય બોર્ડે 2025 માં અંડર-19 વર્લ્ડ કપ જીતનાર મહિલા ટીમને રૂપિયા 5 કરોડનું ઇનામ આપ્યું હતું.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
