તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
ફરી ચેમ્પિયન બનાવોઃ ગૌતમ ગંભીર અને સિતાંશુ કોટકે લીધા સિદ્ધિ વિનાયકના આશીર્વાદ

ભારતીય ટીમ આવતી કાલે ૭ફેબ્રુઆરીથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અમેરિકા સામે પોતાના મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ અભિયાનનો પ્રારંભ કરશે. હેડ કોચ ગૌતમ ગંભીર અને બેટિગ-કોચ સિતાંશુ કોટક ગણપતિબાપ્પાનાં દર્શન કરવા પહોંચ્યા હતા. બન્નેએ ગઈ કાલે પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરે જઈને ટીમ ઇન્ડિયાના અભિયાન માટે આશીર્વાદ લીધા હતા. ગૌતમ ગંભીર ભારતની દરેક સિરીઝ અને ટુર્નામેન્ટ પહેલાં એક ધાર્મિક વિઝિટ જરૂર કરે છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
