તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Friday, 6th February 2026
ફાઈનલી...કપ મનદુ!: સ્મૃતિની સેનાએ દિલ્હીને ધૂળ : ચટાડી, WPL ટ્રોફી પર કોતરાવ્યું બેંગ્લુરુનું નામ
ફાઈનલમાં બેંગ્લુરુએ ઈતિહાસ રચીને સૌથી વધુ રનચેઝનો રેકોર્ડ બનાવ્યોઃ દિલ્હીના નામે શરમજનક રેકોર્ડ

નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બીજી વખત મહિલા પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને ૬ વિકેટથી હરાવ્યું છે. વર્ષ ૨૦૨૪ બાદ આ બીજી વખત છે જ્યારે બેંગલુરુએ WPL ટ્રોફી જીતી હોય. એવામાં દિલ્હી કેપિટલ્સે પણ સતત ચોથી ફાઇનલમાં હારનો ઇતિહાસ રચ્યો છે.ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિગ કરીને ૨૦૩ રન બનાવ્યા હતા. આ મહિલા પ્રીમિયર લીગ ફાઇનલના ઇતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી મોટો સ્કોર હતો. પરંતુ તેમ છતાં આરસીબીએ ફાઇનલના ઇતિહાસ રચીને સૌથી વધુ રન ચેઝનો રેકોર્ડ બનાવ્યો છે.
વર્ષ ૨૦૨૪માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ વખત WPL ટ્રોફી જીતી હતી. તે ફાઇનલમાં બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને ૮ વિકેટથી હરાવ્યું. હવે બે વર્ષ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૨૦૪ રનના ટાર્ગેટ ચેઝ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. આરસીબી ની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ૪૭ બોલમાં ૮૧ રન બનાવ્યા હતા. જ્યારે જ્યોર્જિયા વોલે પણ શાનદાર ૭૯ રન બનાવ્યા હતા. જેમાં મંધાના અને વોલ વચ્ચેની હિસ્ટોરિક ૧૬૫ રનની પાર્ટનરશીપે બીજી વખત આરસીબી ચેમ્પિયન બનાવવામાં મોટો રોલ ભજવ્યો હતો.દિલ્હી કેપિટલ્સની ટીમ સતત ચોથી વખત ફાઇનલ હાર્યું છે. આ સાથે દિલ્હીએ પોતાના નામે એક શરમજનક રેકોર્ડ પણ બનાવ્યો છે. જે WPL હિસ્ટ્રીમાં દરેક સીઝનમાં ફાઇનલ હારનારી પ્રથમ ટીમ બની છે. દિલ્હીની ટીમ અત્યાર સુધીમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ૨-૨ ફાઇનલ હારી ચૂકી છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
