તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
ક્રિકેટનો મહાકુંભઃ ૭મીથી ટી૨૦ વર્લ્ડકપનો શંખનાદ, ભારત-શ્રીલંકાના મેદાન પર જામશે જંગ!
મેદાન મારવા ૨૦ ટીમો સજ્જઃ મુંબઈમાં ભારતનો અમેરિકા સામે પ્રથમ મુકાબલો, ફાઈનલ અમદાવાદના આંગણે

નવી દિલ્હીઃ ક્રિકેટપ્રેમીઓ માટે ઉત્સાહનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. આગામી ૭ ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં આઇસીસી ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૬નો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે વિશ્વની ૨૦ દિગ્ગજ ટીમો વચ્ચે ટ્રોફી જીતવા માટે કાંટાની ટક્કર જોવા મળશે. ટુર્નામેન્ટની શરૂઆત પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચેના મુકાબલાથી થશે, જ્યારે ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અમેરિકા સામે કરીને વિજયી ગણેશ કરશે.
૨૦ ટીમો, ૫૫ મેચોઃ આ ટુર્નામેન્ટમાં કુલ ૨૦ ટીમો ભાગ લઈ રહી છે, જેને ૪ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન કુલ ૫૫ રોમાંચક મેચો રમાશે.
ભારત-પાકિસ્તાન મહાજંગઃ ક્રિકેટની દુનિયાની સૌથી મોટી ટક્કર એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ૧૫ ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાના કોલંબો ખાતે રમાવાની છે, જેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.
ગુજરાત માટે ગૌરવની ક્ષણઃ ક્રિકેટના આ મહાકુંભની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ ૮ માર્ચના રોજ અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ઉપરાંત અમદાવાદના સ્ટેડિયમમાં ગ્રુપ સ્ટેજની મહત્વની મેચો પણ આયોજિત કરવામાં આવી છે.
ટુર્નામેન્ટનું ફોર્મેટઃ ગ્રુપ સ્ટેજની મેચો ૭ થી ૨૦ ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યારબાદ સુપર-૮ રાઉન્ડ શરૂ થશે અને ૪ તથા ૫ માર્ચના રોજ સેમીફાઈનલ જંગ જામશે.
ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ (ગ્રુપ સ્ટેજ):
૭ ફેબ્રુઆરી ટ્ટ અમેરિકા (USA) મુંબઈ ૧૨ ફેબ્રુઆરી નામિબિયા દિલ્હી ૧૫ ફેબ્રુઆરી પાકિસ્તાન કોલંબો ૧૮ ફેબ્રુઆરી નેધરલેન્ડ અમદાવાદ
ૂ ખાસ નોંધઃ વર્તમાન ચેમ્પિયન તરીકે ભારત આ વખતે પોતાની ટ્રોફી જાળવી રાખવા મેદાનમાં ઉતરશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ ભારતીય ચાહકોમાં ભારે ઉત્તેજના જગાવી રહ્યું છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
