તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
બેટિંગમાં ગરબા, બોલિંગમાં તોફાન; ટી૨૦ વર્લ્ડકપમાં ફરી વધશે ભારતની શાન
સરહદ ગમે તે હોય, સિંહ તો ભારતનો જ ગરજશે. ટ્રોફી તો ઘરની છે, અને ઘરમાં જ રહેશે

નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાનમાં હવે ગરમી વધવાની છે, કારણ કે ૭ ફેબ્રુઆરીથી ટી૨૦ વર્લ્ડકપનો મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. આ માત્ર ટુર્નામેન્ટ નથી, પણ વિશ્વ ક્રિકેટ પર ભારતની 'દાદાગીરી' સાબિત કરવાનો અવસર છે. ગત વર્લ્ડકપમાં જે રીતે ભારતે વિજયી પરચમ લહેરાવ્યો હતો, તે જ ધાક સાથે ભારતીય બ્રિગેડ ફરી એકવાર વિશ્વની ૧૯ ટીમોને ધૂળ ચટાડવા તૈયાર છે.
કેમ ભારતનો હાથ ઉપર છે?
સૂર્યાનો પ્રચંડ તાપઃ કેપ્ટન સૂર્યકુમાર યાદવના ૩૬૦ ડિગ્રી શોર્ટ્સ સામે દુનિયાના કોઈપણ ખૂણે ફિલ્ડિંગ ગોઠવવી અશક્ય છે.
ગ્રાઉન્ડ પર આપણું જ રાજઃ ભારત અને શ્રીલંકાની પિચો પર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રગેરગથી વાકેફ છે. ઘરઆંગણે જ્યારે સ્ટેડિયમમાં ઈન્ડિયા... ઈન્ડિયા...ની ગર્જના થશે, ત્યારે સામેવાળી ટીમના ઘૂંટણ ટકશે નહીં.
બુમરાહનો યોર્કર આતંકઃ ડેથ ઓવરોમાં જસપ્રીત બુમરાહના સચોટ યોર્કર વિરોધી બેટ્સમેનોના સ્ટમ્પ ઉખાડવા માટે પૂરતા છે.
યુવા લોહીની તરસઃ અભિષેક શર્મા અને રિકુ સિહ જેવા ખેલાડીઓ ટ્રોફી જીતવા માટે ભૂખ્યા છે, જે ભારત માટે X-ફેક્ટર સાબિત થશે.
મેદાન અને મુકાબલાની તેજીઃ
આગામી ૭ તારીખથી મુંબઈના વાનખેડેથી શરૂ થનારી આ સફર ૮ માર્ચના રોજ અમદાવાદના આંગણે પૂરી થશે. ૧.૩૦ લાખથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં જ્યારે ટીમ ઈન્ડિયા ફાઈનલ મેચ રમશે, ત્યારે આખું વિશ્વ જોતું રહી જશે કે ક્રિકેટનો અસલી કિંગ કોણ છે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
