<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

પાકિસ્તાની મૂળના ખેલાડીઓનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત :પાકિસ્તાન અને પીસીબીને લાગ્યા મરચા

ખેલાડીઓનું મુંબઈની હોટલમાં તિલક લગાવીને સ્વાગત કરાયું : ભારતમાં પાકિસ્તાની મૂળના આ ખેલાડીઓનું સ્વાગત જોઈને પાકિસ્તાની ખેલાડીઓ અને PCB હવે ચિડાઈ ગયું

ICC T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવામાં હવે માત્ર 6 દિવસ બાકી છે. ભારત અને શ્રીલંકામાં યોજાનારી આ ટુર્નામેન્ટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સાથે ટીમો હવે ભારત પહોંચવાનું શરૂ કરી દીધી છે. આ ICC ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે યુએસએ ક્રિકેટ ટીમ હવે મુંબઈ પહોંચી ગઈ છે. જ્યાં ટીમના સ્વાગતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાની મૂળના ખેલાડીઓનું તિલક લગાવીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

ICC T20 વર્લ્ડ કપ 2026 માટે યુએસએ ક્રિકેટ ટીમ ભારત પહોંચી છે. જેમાં પાકિસ્તાની મૂળના 3 ખેલાડીઓ પણ જોવા મળે છે. તેમાં શાયન જહાંગીર, અલી ખાન અને મોહમ્મદ મોહસીનના નામ દેખાય છે. ત્રણેય ખેલાડીઓ લાંબા સમયથી યુએસએ માટે રમતા જોવા મળે છે. આ ખેલાડીઓનું મુંબઈની હોટલમાં તિલક લગાવીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભારતમાં પાકિસ્તાની મૂળના આ ખેલાડીઓનું સ્વાગત જોઈને પાકિસ્તાની ખેલાડીઓ અને PCB હવે ચિડાઈ ગયું છે.

મુખ્ય ટુર્નામેન્ટ પહેલા યુએસએ ટીમ ઇન્ડિયા-એ સાથે પ્રેક્ટિસ મેચ પણ રમવા જઈ રહી છે. જ્યાં ટીમની ખરી કસોટી થશે. યુએસએ ટીમ તેની પહેલી મેચ ભારત સામે રમશે. 2024ના T20 વર્લ્ડ કપમાં પણ યુએસએ ટીમ ભારતના ગ્રુપમાં હતી. જ્યાં અમેરિકાની ટીમે પાકિસ્તાનને હરાવીને આગળના તબક્કા માટે ક્વોલિફાય કર્યું અને આ ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.

T20 વર્લ્ડ કપ 2026 માટે યુએસએ ટીમ
મોનાંક પટેલ (કેપ્ટન), જેસી સિંઘ, એન્ડ્રીસ ગૌસ, શેહાન જયસૂર્યા, મિલિંદ કુમાર, શયાન જહાંગીર, સૈતીજા મુક્કામાલા, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, નોસ્તુશ કેંજીગે, શેડલી વાન શાલ્કવીક, સૌરભ નેત્રાવલકર, અલી ખાન, મોહમ્મદ મોહસિન, શુભમ રંજાને.

T20 વર્લ્ડકપમાં USAનું શિડ્યૂલ

  • 7 ફેબ્રુઆરી : યુએસએ વિરુદ્ધ ભારત, મુંબઈ
  • 10 ફેબ્રુઆરી: યુએસએ વિરુદ્ધ પાકિસ્તાન, કોલંબો
  • 13 ફેબ્રુઆરી: યુએસએ વિરુદ્ધ નેધરલેન્ડ્સ, ચેન્નાઈ
  • 15 ફેબ્રુઆરી: યુએસએ વિરુદ્ધ નામિબિયા, ચેન્નાઈ

(10:03 PM IST)