તા. ૩૦ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૨, શુક્રવાર
News of Sunday, 1st February 2026
T20 આંતરરાષ્ટ્રીય વિકેટનો સૌથી મોંઘો ' પંજો ' :અર્શદીપ સિંહ નામે નોંધાયો સૌથી મોંઘો રેકોર્ડ :કોઈ બોલર બનાવવા નહિ માંગે
ન્યૂઝીલેન્ડ સામે, અર્શદીપ સિંહે વેસ્ટ ઈન્ડિઝના અલ્ઝારી જોસેફનો રેકોર્ડ તોડ્યો, જે રેકોર્ડ કોઈ બોલર તોડવા માંગશે નહીં. જોકે, અર્શદીપે મેચમાં 5 વિકેટ લીધી.

તિરુવનંતપુરમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચમી T20I મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 46 રનથી જીતી હતી. ઈશાન કિશનની સદીથી ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 271 રન બનાવ્યા હતા. જવાબમાં, કિવી ટીમ 225 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે અર્શદીપ સિંહે પાંચ વિકેટ લીધી, પરંતુ તેણે એક એવો રેકોર્ડ પણ બનાવ્યો જે કોઈ બોલર તોડવા રાખવા માંગશે નહીં
ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ ખાતે અર્શદીપ સિંહે ચાર ઓવરમાં 51 રન આપીને પાંચ વિકેટ લીધી, જેનાથી T20Iમાં બોલર દ્વારા લેવામાં આવેલા સૌથી વધુ રનનો રેકોર્ડ બન્યો. અગાઉ, આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના અલ્ઝારી જોસેફના નામે હતો. 2023માં, જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે અલ્ઝારી જોસેફે 40 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકાના લુંગી ન્ગીડી આ યાદીમાં ત્રીજા ક્રમે છે. તેણે 2022 માં બ્રિસ્ટલમાં ઇંગ્લેન્ડ સામે 39 રન આપીને 5 વિકેટ લીધી હતી.
અર્શદીપ સિંહ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. 2022 માં ડેબ્યૂ કરનાર ડાબોડી ફાસ્ટ બોલર 76 મેચમાં 118 વિકેટ લઈ ચૂક્યો છે. આ પહેલી વાર હતું જ્યારે અર્શદીપે એક ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી.
પાંચમી T20 મેચની વાત કરીએ તો, ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઇશાન કિશનની પ્રથમ T20 સદીની મદદથી, ભારતે 5 વિકેટે 271 રન બનાવ્યા. કિશનએ 43 બોલમાં 103 રન બનાવ્યા, જેમાં 10 છગ્ગા અને 6 ચોગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ 30 બોલમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 63 રન બનાવ્યા, અને હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 42 રન બનાવ્યા, જેમાં 4 છગ્ગા અને 1 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
ન્યુઝીલેન્ડ તરફથી ફિન એલને સૌથી વધુ 80 રન બનાવ્યા. તેણે ૩૮ બોલની પોતાની ઇનિંગમાં છ છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે, કિવી ટીમ ૧૯.૪ ઓવરમાં ૨૨૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ, ભારતે પાંચ મેચની ટી૨૦ શ્રેણી ૪-૧થી જીતી લીધી.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
