તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th January 2026
T20 વર્લ્ડકપ ટ્રોફીની રેપ્લિકા અમદાવાદ લવાઈ: ICC ટ્રોફી ટૂરમાં બુમરાહની સ્કૂલમાં પહોંચી
સ્કૂલમાં આચાર્ય રહેલા બુમરાહના માતા પણ ઉપસ્થિત:‘ક્લાસ ઓફ 26’ પહેલના ભાગ રૂપે, ટ્રોફી અમદાવાદમાં :બુમરાહની માતાએ બાળકો પર ભણતરનુ દબાણ ન કરવા સૂચન આપ્યુ. બાળકોને પસંદગીની ફિલ્ડમાં જવા સપોર્ટ કરવા સૂચન કરાયું

અમદાવાદ :T20 વર્લ્ડકપ ટ્રોફીની રેપ્લિકા અમદાવાદ લવાઈ છે. ICC ટ્રોફી ટૂરમાં ટ્રોફી જસપ્રીત બુમરાહની સ્કૂલમાં પહોંચી છે. સ્કૂલમાં આચાર્ય રહેલા બુમરાહના માતા પણ ઉપસ્થિત રહ્યા હતા, ‘ક્લાસ ઓફ 26’ પહેલના ભાગ રૂપે, ટ્રોફી અમદાવાદમાં લવાઇ છે. બુમરાહની માતાએ બાળકો પર ભણતરનુ દબાણ ન કરવા સૂચન આપ્યુ હતું . બાળકોને પસંદગીની ફિલ્ડમાં જવા સપોર્ટ કરવા સૂચન કરવામાં આવ્યુ હતું
- અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રોફી મુકવામાં આવી હતી, જ્યાં મુસાફરો અને ક્રિકેટ પ્રેમીઓએ સેલ્ફી અને ફોટા લીધા હતા.
- ભારતીય સ્ટાર બોલર અને અમદાવાદના જસપ્રીત બુમરાહના સન્માનમાં, 'ક્લાસ ઓફ 26' પહેલના ભાગરૂપે આ ટ્રોફી વસ્ત્રાપુર સ્થિત નિર્માણ હાઇસ્કૂલ (બુમરાહની માતૃ સંસ્થા) ખાતે પણ લાવવામાં આવી હતી.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
