<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ન્‍યુઝીલેન્‍ડે વ્‍હાઇટવોશથી બચવા ટીમમાં કર્યો ફેરફાર

આગામી બે ટી-૨૦ માટે સાઇફર્ટ, ફર્ગ્‍યુસન અને નીશમનો સમાવેશ

નવી દિલ્‍હીઃ ભારત અને ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચે ૫ મેચની ટી-૨૦ સિરીઝ ચાલી રહી છે. ટીમ ઈન્‍ડિયા સામે કારમી હાર બાદ ન્‍યુઝીલેન્‍ડ ટીમ માટે પહેલી ત્રણ મેચ ન ભૂલી શકાય તેવી રહી છે. ભારતે સિરીઝ જીતી હોવા છતાં કિવી ટીમ છેલ્લી ૨ મેચમાં મજબૂત વાપસી કરવાનો પ્‍લાન બનાવી રહ્યું છે.

આ કારમી હારને ધ્‍યાનમાં રાખીને ન્‍યુઝીલેન્‍ડે તેની ટીમમાં કેટલાક મહત્‍વપૂર્ણ ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે, જેમાં બે અગ્રણી ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્‍યા છે.

ન્‍યુઝીલેન્‍ડે પોતાના ઓફિશિયલ એકાઉન્‍ટ પર જાહેરાત કરી છે કે તેમને આગામી ૨ મેચ માટે પોતાની ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે. ક્રિヘયિન ક્‍લાર્ક અને ટિમ રોબિન્‍સનને ટીમમાંથી બહાર કરવામાં આવ્‍યા છે. તેના સ્‍થાને ટિમ સાઈફર્ટ, લોકી ફર્ગ્‍યુસન અને જીમી નીશમને ટીમમાં સામેલ કરવામાં આવ્‍યા છે. આ ખેલાડીઓ આગામી ૨ મેચ માટે ટીમ સાથે રહેશે. ફિન એલન પણ ત્રિવેન્‍દ્રમમાં રમાનારી પાંચમી ટી-૨૦ માટે ટીમમાં જોડાશે

(3:39 PM IST)