<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો ‘ડબલ ખેલ’: બાંગ્લાદેશના સમર્થનમાં ICCને લખ્યો પત્ર, શું ભારત વિરુદ્ધ નવો મોરચો મંડાયો?

વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો ‘ડબલ ખેલ’: બાંગ્લાદેશના સમર્થનમાં ICCને લખ્યો પત્ર, શું ભારત વિરુદ્ધ નવો મોરચો મંડાયો?

નવી દિલ્હી: આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મેદાનની બહાર એક મોટું ‘ક્રિકેટ યુદ્ધ’ છેડાયું છે. ભારત આવવા માટે આનાકાની કરી રહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) નું ખુલ્લું સમર્થન મળ્યું છે. PCBએ ICCને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ બાંગ્લાદેશની સુરક્ષા ચિંતાઓ સાથે સંમત છે અને જો આ મુદ્દો નહીં ઉકેલાય તો પાકિસ્તાન પણ ટુર્નામેન્ટમાં પોતાની ભાગીદારી અંગે પુનર્વિચાર કરી શકે છે.
આ સમગ્ર વિવાદના મૂળમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વણસેલા સંબંધો છે:
 IPL 2026 માંથી બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને BCCI ના આદેશથી મુક્ત કરવામાં આવ્યા બાદ તણાવ વધ્યો હતો.
 બાંગ્લાદેશે સુરક્ષા કારણોસર ભારતના કોલકાતા અને મુંબઈમાં મેચ રમવાની ના પાડી છે અને પોતાની મેચો શ્રીલંકા શિફ્ટ કરવાની માંગ કરી છે.
પાકિસ્તાને ICC ને લખેલા પત્રમાં બાંગ્લાદેશનું પક્ષ ખેંચતા કહ્યું કે પડોશી દેશમાં રાજકીય ઉથલપાથલના સમયે ભારત જવાનો આગ્રહ રાખવો યોગ્ય નથી.
પાકિસ્તાન અને બાંગ્લાદેશના દબાણ છતાં ICC નમતું જોખવા તૈયાર નથી.
ICC એ બાંગ્લાદેશ બોર્ડને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આવતીકાલ સુધીમાં બાંગ્લાદેશ ભારત આવવા સંમત નહીં થાય, તો તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવશે.
 જો બાંગ્લાદેશ બહાર નીકળશે, તો આઈસીસી રેન્કિંગ મુજબ સ્કોટલેન્ડની ટીમને વર્લ્ડ કપમાં એન્ટ્રી મળી શકે છે.
PCB એ ICC ને એવી પણ ઓફર આપી છે કે જો શ્રીલંકા ઉપલબ્ધ ન હોય, તો બાંગ્લાદેશની મેચો પાકિસ્તાનમાં યોજવા માટે તેઓ તૈયાર છે. જોકે, ક્રિકેટ નિષ્ણાતો માને છે કે આ પાકિસ્તાનનો માત્ર ભારત પર દબાણ લાવવાનો એક પેંતરો છે, કારણ કે વર્લ્ડ કપનું શિડ્યુઅલ છેલ્લી ઘડીએ બદલવું વ્યવહારિક રીતે અશક્ય છે.
હવે આખી દુનિયાની નજર આવતીકાલે બાંગ્લાદેશ દ્વારા લેવામાં આવનારા અંતિમ નિર્ણય પર છે. શું બાંગ્લાદેશ નમતું જોખશે કે પછી વર્લ્ડ કપમાંથી બહાર થવાનું જોખમ ઉઠાવશે?c

(6:56 PM IST)