<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

કિંગ કોહલીની ૮૫મી સદી, સચિના રેકોર્ડથી ૧૫ ડગલા દૂર

સહેવાગ અને પોન્‍ટીંગને પાછળ છોડી દીધા

નવી દિલ્‍હી : ભારતીય ક્રિકેટ ટીમના રન મશીન ગણાતા વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેને શા માટે આધુનિક ક્રિકેટનો બાદશાહ કહેવામાં આવે છે. વિરાટે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા આંતરરાષ્‍ટ્રીય કારકિર્દીની ૮૫મી સદી  ફટકારીને ઈતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે નામ નોંધાવી દીધું છે.

ન્‍યુઝીલેન્‍ડ સામેની આ ત્રીજી વનડેમાં તેણે માત્ર ૯૧ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ વિરાટની વનડે કારકિર્દીની ૫૪મી સદી છે, જ્‍યારે ટેસ્‍ટ, વનડે અને ટી૨૦ મળીને આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં તેની કુલ ૮૫મી સદી છે. હવે તે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના ૧૦૦ સદીના મહારેકોર્ડથી માત્ર ૧૫ કદમ દૂર છે.

આ સદી સાથે વિરાટ કોહલીએ એક ખાસ અને મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ન્‍યુઝીલેન્‍ડ સામે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તેણે ભારતના જ દિગ્‍ગજ બેટ્‍સમેન વીરેન્‍દ્ર સેહવાગ અને ઓસ્‍ટ્રેલિયાના પૂર્વ કેપ્‍ટન રિકી પોન્‍ટિંગને પાછળ છોડી દીધા છે. અત્‍યાર સુધી આ ત્રણેય ખેલાડીઓ ૬-૬ સદી સાથે બરાબરી પર હતા, પરંતુ હવે કોહલી કિવી ટીમ સામે ૭ સદી ફટકારીને આ લિસ્‍ટમાં ટોપ પર પહોંચી ગયો છે. આ યાદીમાં સચિન તેંડુલકર અને સનથ જયસૂર્યા ૫-૫ સદી સાથે પાછળ છે. આમ, કોહલીએ એક જ ઇનિંગથી બે મોટા દિગ્‍ગજોના રેકોર્ડ ધ્‍વસ્‍ત કરી દીધા છે.

(4:36 PM IST)