<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

ભારતમાં ન્‍યૂઝીલેન્‍ડે ઇતિહાસ રચ્‍યોઃ કોહલીની સદી એળે ગઇઃ નિતીશ રેડ્ડીલ અને હર્ષિત રાણા સિવાયના બેટરોએ મુંડાવ્‍યું

પ્રારંભે ઘબડકા બાદ ડેરીલ મિશેલ અને ગ્‍લેનફિલીપ્‍સે ભારતીય બોલરોની ભારે ધોલાઇ કરી : વિરાટને અન્‍ય બેટરોનો સાથ ન મળ્‍યોઃ ૩૩૮ રનના ટાર્ગેટ સામે આખી ટીમ ર૯૬ માં ઓલઆઉટઃ ર૧મીથી ટી ર૦ મેચ

નવી દિલ્‍હીઃ ઈન્‍દોરના હોલકર સ્‍ટેડિયમ ખાતે રમાયેલ રહેલી ભારત અને ન્‍યૂઝીલેન્‍ડ વચ્‍ચેની ત્રીજી વન-ડે મેચમાં  ન્‍યૂઝીલેન્‍ડે ત્રણ મેચોની સીરિઝ ૨-૧થી જીતીને ઈતિહાસ રચ્‍યો છે.  વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી, તો ન્‍યૂઝીલેન્‍ડ તરફથી ડેરીલ મિશેલ અને ગ્‍લેન ફિલિપ્‍સે શાનદાર સદી ફટકારીને ટીમને મજબૂત સ્‍થિતિમાં પહોંચાડી દીધી હતી. ન્‍યૂઝીલેન્‍ડે ભારત સામે જીતવા માટે ૩૩૮ રનનો વિશાળ લક્ષ્યાંક મૂકયો છે, જેની સામે ભારતીય ટીમ ૨૯૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ન્‍યૂઝીલેન્‍ડની બેટિંગમાં ડેરીલ મિશેલે સૌથી વધુ ૧૩૧ બોલમાં ૧૫ ફોર અને ૩ સિક્‍સ સાથે ૧૩૭ રન બનાવ્‍યા હતા. ગ્‍લેન ફિલિપ્‍સે ૮૮ બોલમાં ૯ ફોર અને ૩ સિક્‍સની મદદથી આક્રમક ૧૦૬ રન નોંધાવ્‍યા હતા. વિલ યંગે ૪૧ બોલમાં ૫ ફોર અને ૧ સિક્‍સ સાથે ૩૦ રન, માઈકલ બ્રેસવેલે ૧૮ બોલમાં ૧ ફોર અને ૩ સિક્‍સ સાથે અણનમ ૨૮ રન તથા ક્રિસ્‍ટિયન ક્‍લાર્કે ૫ બોલમાં ૧ ફોર અને ૧ સિક્‍સ સાથે ૧૧ રન બનાવ્‍યા હતા. આ સિવાય ઝેક ફૌલ્‍કેસે ૮ બોલમાં ૧ ફોર સાથે ૧૦ રન, ડેવોન કોનવેએ ૪ બોલમાં ૧ ફોર સાથે ૫ રન અને મિચેલ હેએ ૬ બોલમાં ૨ રન કર્યા હતા, જ્‍યારે હેનરી નિકોલ્‍સ અને કાયલ જેમિસન શૂન્‍ય રને આઉટ થયા હતા.

 ભારતીય બોલિંગમાં અર્શદીપ સિંહે ૧૦ ઓવરમાં ૬૩ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી અને હર્ષિત રાણાએ પણ ૧૦ ઓવરમાં ૮૪ રન ખર્ચ્‍યા હોવા છતાં ૩ મહત્‍વની વિકેટો લીધી હતી. મોહમ્‍મદ સિરાજે ૧૦ ઓવરમાં ૪૩ રન આપી ૧ વિકેટ અને કુલદીપ યાદવે ૬ ઓવરમાં ૪૮ રન આપી ૧ વિકેટ મેળવી હતી. જ્‍યારે ઓલરાઉન્‍ડર નીતીશ કુમાર રેડ્ડી (૮ ઓવરમાં ૫૩ રન) અને રવિન્‍દ્ર જાડેજા (૬ ઓવરમાં ૪૧ રન) આ મેચમાં એકપણ વિકેટ લેવામાં સફળ રહ્યા ન હતા.

 ૩૩૭ રનનો વિશાળ સ્‍કોર નોંધાવ્‍યો હતો. ૩૩૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની શરૂઆત અત્‍યંત નબળી રહી હતી અને ટીમે માત્ર ૭૧ રનમાં ૪ મહત્‍વની વિકેટો ગુમાવી દીધી હતી. જોકે, વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા ૧૦૮ બોલમાં ૧૨૪ રન બનાવ્‍યા હતા અને તેને નીતીશ કુમાર રેડ્ડી (૫૩ રન) તથા હર્ષિત રાણા (૫૨ રન) એ અડધી સદી ફટકારીને સારો સાથ આપ્‍યો હતો. કોહલીના વન-ડે કરિયરની આ ૫૪મી અને કુલ ૮૫મી આંતરરાષ્‍ટ્રીય સદી છે. આમ છતાં, મધ્‍યમ ક્રમના બેટ્‍સમેનો નિષ્‍ફળ રહેતા અને નિયમિત અંતરે વિકેટો પડતા ૪૬ ઓવરના અંતે ભારતનો સ્‍કોર ૨૯૬ રન પર પહોંચ્‍યો હતો.

ન્‍યૂઝીલેન્‍ડ તરફથી ઝેક ફૌલ્‍કેસે ત્રણ વિકેટ ખેરવી હતી, તો ક્રિસ્‍ટિયન ક્‍લાર્કે પણ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્‍યારે કાયલ જેમિન્‍સને એક અને જેયડેન લેનોક્‍સે બે વિકેટ ઝડપી હતી.

હવે બન્‍ને દેશો વચ્‍ચેપ્રથમ મેચ ૨૧ જાન્‍યુઆરીના રોજ નાગપુરમાં રમાશે.  બીજી મેચ ૨૩ મીએ   રાયપુરમાં અને ત્રીજી મેચ ૨૫ મીએ  ગુવાહાટીમાં આયોજિત થશે. ત્‍યારબાદ ચોથી ટી૨૦ મેચ ૨૮મીએ  વિશાખાપટ્ટનમમાં અને શ્રેણીની અંતિમ મેચ ૩૧મીએ   તિરુવનંતપુરમમાં રમાશે. આ તમામ મેચો રાત્રે ૭:૦૦ વાગ્‍યે શરૂ થશે,

(4:11 PM IST)