<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ર૧મીથી ભારત અને ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચે ટીર૦ સિરીઝ : શ્રેયસ અને રવિ બિશ્નોઇ ટીમમાં

ઇજાના લીધે તિલક અને સુંદર બહાર

નવી દિલ્‍હી : ન્‍યૂઝીલેન્‍ડ વિરૂદ્ધ ભારતીય ટીમ ૨૧ જાન્‍યુઆરીથી પાંચ મેચોની ટી૨૦ સીરિઝ પણ રમશે. જેમાં ટીમ ઈન્‍ડિયાની સ્‍ક્‍વોડમાં બે મોટા ફેરફાર કરાયા છે. ઓલરાઉન્‍ડર વોશિંગ્‍ટન સુંદર ઈજાના કારણે સીરિઝથી બહાર થઈ ગયો છે, જ્‍યારે તિલક વર્મા પણ શરૂઆતની ત્રણ ટી૨૦ મેચથી બહાર થઈ ચૂકયો છે.

આ ટી૨૦ સીરિઝ માટે સ્‍ટાર બેટર શ્રેયસ ઐયર અને લેગ-સ્‍પિનર રવિ બિશ્નોઈનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

ન્‍યૂઝીલેન્‍ડ સામે ટી૨૦ સીરિઝ માટે ભારતની ટીમ : સૂર્યકુમાર યાદવ (કેપ્‍ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ ઐયર (પ્રથમ ત્રણ મેચ), હાર્દિક પંડ્‍યા, શિવમ દુબે, અક્ષર પટેલ (ઉપ-કેપ્‍ટન), રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ઇશાન કિશન (વિકેટકીપર), રવિ બિશ્નોઈ.

ટી૨૦ સીરિઝનું શેડ્‍યૂલ : ૨૧ જાન્‍યુઆરી - પ્રથમ ટી૨૦, નાગપુર,૨૩ જાન્‍યુઆરી - બીજી ટી૨૦, રાયપુર, ૨૫ જાન્‍યુઆરી - ત્રીજી ટી૨૦, ગુવાહાટી, ૨૮ જાન્‍યુઆરી - ચોથી ટી૨૦, વિશાખાપટ્ટનમ, ૩૧ જાન્‍યુઆરી - પાંચમી ટી૨૦, તિરુવનંતપુરમ.

 

(1:38 PM IST)