તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th January 2026
વૂમન્સ પ્રમયર લીગ બાદ હરમનપ્રત કૌરની ટીમ ઓસ્ટ્રેલીયામાં વન-ડે, ટી૨૦ સિરિઝ રમશે
ભારત ક્યારેય વન-ડે સિરીઝ જીતી નથી, તો એકવખત ટી-૨૦ સિરીઝમાં જીત મેળવી છે, આ વખતે થશે અગ્નિપરીક્ષા

નવી દિલ્હીઃ મહિલા પ્રીમિયર લીગ બાદ ભારતીય ક્રિકેટ ટીમ એક મહત્વની વન-ડે અને ટી૨૦ સીરિઝનો સામનો કરશે, જેમાં તેમની અગ્નિપરીક્ષા થશે. ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે.જ્યાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ત્રણ વનડે અને ત્રણ ટી૨૦ મેચ રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ સીરિઝનું શેડ્યુઅલ જાહેર કરવામાં આવ્યુ છે.
આ પ્રવાસની શરૂઆત ટી૨૦ સીરિઝથી થશે, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટી૨૦ મેચ સિડનીમાં ૧૫ ફેબ્રુઆરીએ રમાશે. બીજી ટી૨૦ મેચ ૧૯ ફેબ્રુઆરીએ હોબાર્ટમાં રમાશે. ત્રીજી વનડે ૨૧ ફેબ્રુઆરીએ એડિલેડ ઓવલ ખાતે રમાશે. વનડે સીરિઝ ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થશે. પહેલી મેચ બ્રિસ્બેનમાં રમાશે. બીજી વનડે ૨૭ ફેબ્રુઆરીએ હોબાર્ટમાં રમાશે. ત્રીજી વનડે ૧ માર્ચે હોબાર્ટમાં રમાશે.
ટીમ ઈન્ડિયા માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ સરળ નહીં હોય. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતનું પ્રદર્શન વન-ડે અને ટી૨૦ બંને ફોર્મેટમાં ખરાબ રહ્યું છે. સૌથી પહેલા વન-ડે ફોર્મેટની વાત કરીએ તો તેમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ૧૯ મેચોમાંથી ફક્ત ચાર જીતી શકી હતી, જ્યારે ૧૫ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયામાં ક્યારેય વનડે સીરિઝ જીતી નથી. ટી૨૦ ફોર્મેટમાં ભારતીય ટીમ ૧૨ માંથી ફક્ત ચાર મેચ જીતી શકી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ સાત મેચ જીતી છે. જોકે, ભારતે ઓસ્ટ્રેલિયામાં ફક્ત એક જ ટી૨૦ સીરિઝ જીતી છે, અને તે જીત ૧૦ વર્ષ પહેલા ૨૦૧૬ માં મળી હતી. આ વખતે શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
