તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th January 2026
રાજકોટમાં ટીમ ઇન્ડિયાનો પરાજય :ન્યૂઝીલેન્ડે 7 વિકેટથી હરાવ્યું:સિરીઝ 1-1 થી બરાબર કરી
કીવીઝ 285 રનનો ટાર્ગેટ 47.3 ઓવરમાં હાંસલ કર્યો : ડેરીલ મિચેલે 117 બોલ પર 131* રનની ઇનિંગ રમી ટીમને વિજય તરફ દોરી

ન્યૂઝીલેન્ડે વન-ડે સિરીઝની બીજી મેચમાં ભારતીય ટીમને 7 વિકેટથી હરાવી દીધી છે. કિવીઝે બુધવારે 285 રનનો ટાર્ગેટ 47.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો.
ડેરીલ મિચેલે 117 બોલ પર 131* રનની ઇનિંગ રમી હતી. તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય, વિલ યંગે 87 રન બનાવ્યા હતા.
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 284 રન બનાવ્યા હતા.
કેએલ રાહુલે 92 બોલમાં અણનમ 112 રનની ઇનિંગ રમી. તેણે વન-ડે કરિયરની આઠમી સદી ફટકારી. કેપ્ટન શુભમન ગિલે 56, રોહિત શર્માએ 24 અને વિરાટ કોહલીએ 23 રન બનાવ્યા. રવીન્દ્ર જાડેજાએ મહત્વના 27 રનનું યોગદાન આપ્યું.
ન્યૂઝીલેન્ડ તરફથી ક્રિશ્ચિયન ક્લાર્કે 3 વિકેટ ઝડપી. ડેબ્યૂ મેચ રમી રહેલા જેડન લેનોક્સ, જેક ફોલ્ક્સ, કાઈલ જેમીસન અને કેપ્ટન માઈકલ બ્રેસવેલને એક-એક વિકેટ મળી.
ન્યૂઝીલેન્ડ સામેની આ શાનદાર સદી બાદ કેએલ રાહુલના નામે એક ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો છે. તે દુનિયાનો એકમાત્ર એવા બેટર છે જેણે વન-ડેમાં દરેક બેટિંગ પોઝિશન એટલે કે નંબર-1 થી લઈને નંબર-6 સુધી તમામ ક્રમ પર સદી ફટકારી છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
