<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

વડોદરાથી રાજકોટ પહોંચી ભારતીય વન ડે ક્રિકેટ ટીમ : ભારત સિરીઝ પર કબજો કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે

ભારતીય ટીમને રાજકોટની સયાજી હોટલમાં જ્યારે ન્યુઝીલેન્ડ ટીમને ફોર્ચ્યુન હોટલમાં ઉતારો આપવામાં આવ્યો .

ભારતીય ક્રિકેટ ટીમ વડોદરાથી રાજકોટ પહોંચી છે. આગામી 14 જાન્યુઆરીએ રાજકોટમાં ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે સિરીઝની બીજી મેચ રમાશે. વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, શુભમન ગિલ, ધ્રુવ જુરેલ, શ્રેયસ અય્યર, કે એલ રાહુલ, હર્ષિત રાણા, યશસ્વી જયસ્વાલ સહિતના ખિલાડીઓ રાજકોટ આવી પહોચ્યાં છે. ભારતીય ટીમનો સ્ટે રાજકોટની સયાજી હોટલમાં રાખવામાં આવ્યો છે, જ્યારે ન્યુઝીલેન્ડ ટીમને ફોર્ચ્યુન હોટલમાં ઉતારો આપવાાં આવ્યો છે.  વડોદરામાં ગઈકાલ 11મીએ રમાયેલ પહેલી વન ડે મેચ ભારત જીતી ચૂક્યું છે, ત્યારે રાજકોટમાં બીજી વન ડે જીતી ભારત સિરીઝ પર કબજો કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.

(8:01 PM IST)