તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Sunday, 11th January 2026
વડોદરામાં પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાનો શાનદાર વિજય : ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું: સીરિઝમાં 1-0થી આગળ
ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા : જવાબમાં ભારતે 49 ઓવરમાં 6 વિકેટે 306 રન બનાવીને જીત હાંસલ કરી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વડોદરામાં રમાયેલી પહેલી વનડે મેચમાં ભારતીય ટીમે 4 વિકેટથી શાનદાર જીત હાંસલ કરી છે. આ જીત સાથે ભારતીય ટીમ ત્રણ મેચોની સીરિઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. આ મુકાબલો વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાયો હતો. જેમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 49 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 306 રન બનાવીને જીત હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરિલ મિચેલ 84 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જ્યારે ભારતીય ટીમના કોહલીએ 93, ગિલે 56 અને શ્રેયસ અય્યરે 49 રન બનાવીને આ મેચ જીતી લીધી છે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
