<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

અર્શદીપની દોડવાની સ્‍ટાઇલની નકલ કરતો વિરાટઃ રોહિત હસી-હસીને લોટપોટ : વિડીયો વાયરલ

નવી દિલ્‍હી : વડોદરામાં રમાનારી પ્રથમ વનડે પહેલાના ટ્રેનિંગ સેશન દરમિયાન, વિરાટ કોહલીએ યુવા ફાસ્‍ટ બોલર અર્શદીપ સિંહની દોડવાની સ્‍ટાઈલની નકલ કરી હતી, જેને જોઈને ત્‍યાં હાજર કેપ્‍ટન રોહિત શર્મા પણ પોતાનું હસવું રોકી શકયો ન હતો. આ મજેદાર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં, પૂર્વ ભારતીય કેપ્‍ટન વિરાટ કોહલી ટ્રેનિંગ દરમિયાન યુવા પેસર અર્શદીપ સિંહ જે રીતે દોડે છે, તેની નકલ કરતો જોવા મળે છે. પાછળ ઉભેલા રોહિત શર્મા આ જોઈને હસી-હસીને લોટપોટ થઈ જાય છે.

(3:27 PM IST)