News of Friday, 9th January 2026
ડી ક્લાર્કની વિસ્ફોટક ઇનિંગથી મુંબઈને હરાવ્યું: નદીન ક્લાર્કના વિજયી દેખાવથી બેંગલુરુની જીત
બેંગલુરુએ 155 રનનો ટાર્ગેટ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો: નદીન ડી ક્લાર્કે છેલ્લા 4 બોલ પર સતત 4 બાઉન્ડરી ફટકારીને ટીમને જીત અપાવી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આ સીઝનની પહેલી મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 3 વિકેટથી હરાવ્યું છે. બેંગલુરુએ 155 રનનો ટાર્ગેટ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. નદીન ડી ક્લાર્કે છેલ્લા 4 બોલ પર સતત 4 બાઉન્ડરી ફટકારીને ટીમને જીત અપાવી હતી
ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં RCBએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા હતા. એસ. સજનાએ 45 રન બનાવીને ટીમને 150ની નજીક પહોંચાડી હતી. તેણે નિકોલા કેરી (40 રન) સાથે 49 બોલમાં 82 રનની ભાગીદારી કરી હતી. ઓપનર જી. કમલિનીએ 32 અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 20 રન બનાવ્યા હતા. નદીન ડી ક્લાર્કે 4 વિકેટ ઝડપી હતી, જ્યારે લૌરેન બેલ અને શ્રેયંકા પાટીલને એક-એક વિકેટ મળી હતી
મેચ પહેલાં ઓપનિંગ સેરેમનીમાં સિંગર હની સિંહ અને બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસે પરફોર્મ કર્યું. આ દરમિયાન મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પણ હાજર રહી.
ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પરફોર્મ કર્યું.
જેકલીન સાથે મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પણ હાજર રહી .
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
