તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
ચહલ અને ધનશ્રી વચ્ચેના 'કોલ્ડ વોર'નો આવશે અંત? છૂટાછેડાના 11 મહિના બાદ પહેલીવાર એકસાથે જોવા મળશે આ ફેમસ કપલ!
રિયાલિટી શો 'ધ 50' માં પૂર્વ પતિ-પત્નીની જોડી મચાવશે ધૂમ; શું નેશનલ ટેલિવિઝન પર થશે જૂની ફરિયાદો દૂર કે સર્જાશે નવો વિવાદ?

મુંબઈ : ક્રિકેટ અને ગ્લેમરની દુનિયાના સૌથી ચર્ચિત જોડા પૈકીના એક એવા યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. માર્ચ 2025 માં પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા બાદ, આ ભૂતપૂર્વ દંપતી હવે ફરી એકવાર સાથે જોવા મળવાનું છે. જોકે, આ મુલાકાત અંગત જીવનમાં નહીં, પરંતુ કેમેરાની સામે થવાની છે. મળતી માહિતી મુજબ, બંને કલર્સ ટીવીના સૌથી મોટા રિયાલિટી શો 'ધ 50' (The 50) માં સ્પર્ધક તરીકે જોવા મળી શકે છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, કલર્સ ટીવીના આગામી શો 'ધ 50' માં ચહલ અને ધનશ્રી બંને ભાગ લેવા જઈ રહ્યા છે. આ શો 1 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે અને તે જિયો હોટસ્ટાર પર પણ સ્ટ્રીમ થશે. શોના ફોર્મેટ મુજબ, તેમાં વિવિધ ક્ષેત્રોના 50 સેલિબ્રિટીઝ ભાગ લેશે. જો આ અહેવાલો સાચા સાબિત થશે, તો છૂટાછેડા પછી આ પહેલીવાર હશે જ્યારે ચહલ અને ધનશ્રી એક જ ફ્રેમમાં દેખાશે.
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ 2020 માં ધામધૂમથી લગ્ન કર્યા હતા, પરંતુ થોડા વર્ષોમાં જ તેમના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. માર્ચ 2025 માં તેમના સત્તાવાર છૂટાછેડા બાદ બંનેએ સોશિયલ મીડિયા અને ઇન્ટરવ્યુમાં એકબીજા વિશે એવા નિવેદનો આપ્યા હતા જેનાથી વિવાદ વકર્યો હતો. ચહલનું નામ આરજે મહવશ સાથે પણ જોડાયું હતું, પરંતુ ક્રિકેટરે તેને માત્ર મિત્રતા ગણાવી હતી.
: આ રિયાલિટી શો માત્ર ચહલ-ધનશ્રી માટે જ નહીં, પણ તેની સ્ટાર-સ્ટડેડ કાસ્ટ માટે પણ ચર્ચામાં છે. આ શોમાં:
• અંકિતા લોખંડે, શિવ ઠાકરે અને નિક્કી તંબોલી જેવા રિયાલિટી શોના કિંગ-ક્વીન.
• ઉર્ફી જાવેદ, પ્રતીક સહજપાલ અને ફૈઝલ શેખ જેવા સોશિયલ મીડિયા સ્ટાર્સ.
• અફવાઓ મુજબ, ઇમરાન ખાન, શ્રીસંત અને ઔરી પણ શોનો ભાગ બની શકે છે.
ચાહકોમાં જબરો ઉત્સાહ: યુઝવેન્દ્ર ચહલ અત્યારે મેદાન પર પોતાની સ્પિનનો જાદુ ચલાવી રહ્યો છે, ત્યારે રિયાલિટી શોમાં તે કેવી રમત રમશે તે જોવું રસપ્રદ રહેશે. બીજી તરફ, ધનશ્રી વર્મા પોતાના ડાન્સ અને બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર 'ચહલ-ધનશ્રી'ના ફેન્સ આ સમાચાર સાંભળીને અત્યંત ઉત્સાહિત છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
