<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ઓસ્‍ટ્રેલીયાએ ઘરઆંગણે ચોથી વખત એશિઝ ટ્રોફી જાળવી રાખી

ફરી એક વખત કાંગારૂઓનો એશિઝ પર કબ્‍જો, ઇંગ્‍લેન્‍ડની આક્રમક બેઝબોલ શૈલી ફેઇલ

નવી દિલ્‍હીઃ ઓસ્‍ટ્રેલિયાએ ઘરઆંગણે રમાયેલી એશિઝ સીરિઝમાં પોતાની સર્વોપરિતા સાબિત કરી છે. સિડનીમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્‍ટ મેચમાં ઓસ્‍ટ્રેલિયાએ ઈંગ્‍લેન્‍ડને ૫ વિકેટથી પરાજય આપી સીરિઝ ૪-૧ થી જીતી લીધી છે. આ જીત સાથે જ ઓસ્‍ટ્રેલિયાએ સતત ચોથી વખત પોતાની ધરતી પર એશિઝ ટ્રોફી જાળવી રાખી છે, જ્‍યારે ઈંગ્‍લેન્‍ડનો ૨૦૧૧ પછી ઓસ્‍ટ્રેલિયામાં સીરિઝ જીતવાનો ઈંતેજાર વધુ લાંબો થયો છે. ઈંગ્‍લેન્‍ડની પ્રથમ ઈનિગમાં જો રૂટના શાનદાર ૧૬૦ રનની મદદથી ઈંગ્‍લેન્‍ડે ૩૮૪ રન બનાવ્‍યા હતા. પ્રથમ ઈનિગમાં ઓસ્‍ટ્રેલિયાએ પહાડ જેવો ૫૬૭ રનનો સ્‍કોર ખડક્‍યો હતો. પ્‍લેયર ઓફ ધ મેચ ટ્રેવિસ હેડે તોફાની ૧૬૩ રન (૨૪ ચોગ્‍ગા, ૧ છગ્‍ગો) અને કેપ્‍ટન સ્‍ટીવ સ્‍મિથે ૧૩૮ રન બનાવ્‍યા હતા. ઓસ્‍ટ્રેલિયાને ૧૮૩ રનની વિશાળ લીડ મળી હતી. ૧૮૩ રનથી પાછળ રહેલ ઈંગ્‍લેન્‍ડની ટીમ બીજી ઈનિગમાં મુશ્‍કેલીમાં હતી, પરંતુ યુવા બેટર જેકબ બેથેલે ઈતિહાસ રચ્‍યો હતો. પોતાની પ્રથમ ટેસ્‍ટ સદી ફટકારતા બેથેલે ૨૬૫ બોલમાં ૧૫૪ રન બનાવ્‍યા હતા. ઈંગ્‍લેન્‍ડે બીજી ઈનિગમાં ૩૪૨ રન બનાવી ઓસ્‍ટ્રેલિયાને જીતવા માટે ૧૬૦ રનનો લક્ષ્યાંક આપ્‍યો હતો. ઓસ્‍ટ્રેલિયા તરફથી મિશેલ સ્‍ટાર્ક અને બ્‍યુ વેબસ્‍ટરે ૩-૩ વિકેટ ઝડપી હતી. ૧૬૦ રનના લક્ષ્યનો પીછો કરવા બનાવી આઉટ થયા હતા, પરંતુ ટીમે તેમને વિજયી વિદાય આપી હતી. અંતમાં એલેક્‍સ કેરી (૧૬) અને કેમેરોન ગ્રીન (૨૨) એ સંયમપૂર્વક બેટિગ કરી ૩૧.૨ ઓવરમાં ટીમને વિજય અપાવ્‍યો હતો.

 ઈંગ્‍લેન્‍ડની આક્રમક બેઝબોલ શૈલી ઓસ્‍ટ્રેલિયાની ધરતી પર ખાસ અસર ન કરી શકી. ઓસ્‍ટ્રેલિયાએ નિર્ણાયક ક્ષણોમાં શાનદાર પ્રદર્શન કર્યું અને એડિલેડ ટેસ્‍ટમાં જ સીરિઝ જીતી લીધા બાદ સિડનીમાં દબદબો જાળવી રાખ્‍યો હતો.

(3:41 PM IST)