તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
ખેલ જગત શર્મસાર: ૧૭ વર્ષીય નેશનલ લેવલની સગીર વયની શૂટરે કોચ પર લગાવ્યો યૌન શોષણનો આરોપ
મેચ પૂરી થયા પછી, કોચે તેને રમતના પ્રદર્શનની સમીક્ષા કરવાના બહાને ફરીદાબાદની હોટલમાં બોલાવી, પોતાના રૂમમાં આવવા મજબૂર કરી તેની સાથે ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું

ફરીદાબાદમાં ખેલ જગતને શર્મસાર કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. ૧૭ વર્ષીય નેશનલ લેવલની નિશાનેબાજ (શૂટર) ખેલાડીએ પોતાના જ કોચ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, આ ઘટના ૧૬ ડિસેમ્બરના રોજ બની હતી. પીડિતાએ તે દિવસે દક્ષિણ દિલ્હીના તુગલકાબાદ સ્થિત ડો. કરણી સિંહ શૂટિંગ રેન્જમાં એક રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લીધો હતો. મેચ પૂરી થયા પછી, કોચે તેને રમતના પ્રદર્શનની સમીક્ષા કરવાના બહાને ફરીદાબાદના સૂરજકુંડ સ્થિત એક હોટલમાં બોલાવી હતી.
આરોપ છે કે જ્યારે યુવતી ત્યાં પહોંચી, ત્યારે કોચે તેને એમ કહીને પોતાના રૂમમાં આવવા મજબૂર કરી હતી કે ત્યાં વધુ સારી રીતે ચર્ચા થઈ શકશે, અને ત્યાં તેની સાથે ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.,
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
