તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th December 2025
ICC T20 રેન્કિંગ: દીપ્તિ શર્મા ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ : શેફાલી વર્મા અને રિચા ઘોષે લગાવી મોટી છલાંગ

નવી દિલ્હી: ICC એ મહિલા T20 રેન્કિંગ જાહેર કર્યું છે. નવીનતમ રેન્કિંગમાં, ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા બોલરોની યાદીમાં ટોચ પર યથાવત છે. રેણુકા ઠાકુરે બોલિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે, જ્યારે શેફાલી વર્મા અને રિચા ઘોષે બેટિંગ રેન્કિંગમાં નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો છે. દીપ્તિ શર્મા ગયા અઠવાડિયેની જેમ મહિલા T20 બોલરોની રેન્કિંગમાં ટોચ પર યથાવત છે. ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહ આઠ સ્થાનના ઉછાળા સાથે ટોપ 10માં પ્રવેશી છે, જે સાતમા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડ બીજા સ્થાને છે, ત્યારબાદ પાકિસ્તાનની સાદિયા ઇકબાલ ત્રીજા સ્થાને છે, ઇંગ્લેન્ડની સોફી એક્લેસ્ટન ચોથા સ્થાને છે, ઇંગ્લેન્ડની લોરેન બેલ પાંચમા સ્થાને છે અને દક્ષિણ આફ્રિકાની એન મ્બાલા છઠ્ઠા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની જ્યોર્જિયા વેરહામ એક સ્થાન નીચે સરકીને આઠમા સ્થાને છે. ઇંગ્લેન્ડની ચાર્લી ડેન નવમા સ્થાને છે અને વેસ્ટ ઇન્ડીઝની એફી ફ્લેચર દસમા સ્થાને છે. બંને એક સ્થાન નીચે ઉતર્યા છે.મહિલા બેટ્સમેનોના T20I રેન્કિંગમાં, ઓસ્ટ્રેલિયાની બેથ મૂની પ્રથમ સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝની હેલી મેથ્યુઝ બીજા સ્થાને છે, અને ભારતની સ્મૃતિ મંધાના ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની તાહલિયા મેકગ્રા ચોથા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડ પાંચમા સ્થાને છે.શ્રીલંકા સામે ચાલી રહેલી T20I શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી ઓપનર શેફાલી વર્માએ નોંધપાત્ર સુધારો કર્યો છે. તે ચાર સ્થાનના ઉછાળા સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. શ્રીલંકાની કેપ્ટન ચમારી અથાપટ્ટુ સાતમા સ્થાને છે, દક્ષિણ આફ્રિકાની તંજિમ બ્રિટ્સ આઠમા સ્થાને છે, ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ નવમા સ્થાને છે અને ભારતની જેમિમાહ રોડ્રિગ્સ દસમા સ્થાને છે. સાતમાથી દસમા સુધીની ખેલાડીઓ એક-એક સ્થાન નીચે આવી છે.ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર પંદરમા સ્થાને છે. ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિચા સાત સ્થાનના ઉછાળા સાથે એકવીસમા સ્થાને પહોંચી ગઈ છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
