તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th December 2025
યશ દલાલના દુષ્કર્મના કેસમાં આગોતરા જામીન ફગાવાયા : ધરપકડ
આરસીબીના બોલર

નવી દિલ્હી : આઇપીએલ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ, બેંગ્લુરુના ઝડપી બોલર યશ દયાલની સગીરા સાથે દુષ્કર્મ મામલે જયપુર પોકસો કોર્ટે જોરદાર આંચકો આપ્યો છે. જયપુર મહાનગર પ્રથમની પોકસ કોર્ટ-૩ એ યશની આગોતાર જામીન અરજી ફગાવી દીધી છે. હવે ગમે ત્યારે યશ દયાલની ધરપકડ થવાની શકયતાઓ વધી ગઇ છે.
જજ અલકા બંસલે તેમના આદેશમાં કહ્યું કે પ્રથમ નજરે એવું નથી લાગતું કે આરોપીને જુઠ્ઠા આરોપોમાં ફસાવાયો છે. અત્યાર સુધીની તપાસમાં આરોપીનું ગુનામાં સંડોવણી દેખાઇ રહી છે. આરોપીની પૂછપરછ હજુ બાકી છે. એવામાં આ મામલે આરોપીને આગોતરા જામીનનો ગેરફાયદો મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ર૩ જુલાઇ ર૦રપ ના રોજ જયપુરના સાંગાનેર પોલીસ સ્ટેશનમાં યશ વિરૂદ્ધ ક્રિકેટમૉ કરિયર બનાવવાનો ઝાંસો આપી અને ઇમોશનલ બ્લેકમેલ કરીને સગીરા સાથે અઢી વર્ષ સુધી દુષ્કર્મ કરવાનો કેસ નોંધાયો હતો.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
