તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd December 2025
કાલથી વિજય હઝારે ટ્રોફીઃ રોહિત, સૂર્યા અને દુબે રમશે
યશસ્વી જયસ્વાલ પણ રમશેય બીસીસીઆઈનું ફરમાન છે કે આંતરરાષ્ટ્રીય બ્રેક દરમ્યાન ખેલાડીઓએ વિજય હજારેની ઓછામાં ઓછી બે મેચ રમવી પડશે

નવી દિલ્હીઃ ભારતીય ઘરેલુ ક્રિકેટ ટુર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફી હવે આંતરરાષ્ટ્રીય મેચ જેવી રોમાંચક બનવા જઈ રહી છે. ૨૪ ઝફૂણૂફૂળણુફૂશ્વ થી શરૂ થતી આ ટુર્નામેન્ટમાં માત્ર રોહિત શર્મા કે વિરાટ કોહલી જ નહીં, પરંતુ ભારતીય ટી૨૦ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઓલરાઉન્ડર શિવમ દુબે પણ મુંબઈની ટીમ વતી રમતા જોવા મળશે. પસંદગી સમિતિના આદેશ બાદ આ તમામ સ્ટાર ખેલાડીઓ ઘરેલુ મેદાન ગજવવા માટે તૈયાર છે.
સામાન્ય રીતે ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓ સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કારણે ઘરેલુ ટુર્નામેન્ટમાં ઓછા જોવા મળે છે. પરંતુ આ વખતે દ્રશ્ય બદલાયેલું છે. વિજય હજારે ટ્રોફીની શરૂઆત ૨૪મીથી થઈ રહી છે અને પહેલા જ દિવસથી ક્રિકેટ ચાહકોને મુંબઈ તરફથી રોહિત શર્મા અને દિલ્હી તરફથી વિરાટ કોહલી રમતા જોવા મળશે. હવે તાજા અહેવાલ મુજબ, ટી૨૦ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે પણ જાન્યુઆરી મહિનામાં મુંબઈની ટીમ સાથે જોડાશે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકરે ખેલાડીઓને સ્પષ્ટ સૂચના આપી છે. આંતરરાષ્ટ્રીય બ્રેક દરમિયાન તેમણે ફિટનેસ અને ફોર્મ જાળવી રાખવા માટે વિજય હજારે ટ્રોફીની ઓછામાં ઓછી બે મેચ રમવી પડશે. આ આદેશનું પાલન કરતા સૂર્યા અને દુબે મુંબઈની જર્સીમાં જોવા મળશે.
મળતી માહિતી મુજબ, સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે ગ્રુપ સ્ટેજની છેલ્લી બે મેચોમાં ટીમનો હિસ્સો બનશે. ૬ જાન્યુઆરી મુંબઈ વિરુદ્ધ હિમાચલ પ્રદેશ (જયપુર) અને ૮ જાન્યુઆરી મુંબઈ વિરુદ્ધ પંજાબ (જયપુર)
જ્યારે રોહિત શર્મા ટુર્નામેન્ટની શરૂઆતની બે મેચ (૨૪ અને ૨૬ ડીસેમ્બર) શાર્દુલ ઠાકુરની કેપ્ટનશીપ હેઠળ રમશે. રોહિત પ્રેક્ટિસ માટે જયપુર પહોંચી ચૂક્યો છે. મુંબઈની ટીમ માટે બીજા સારા સમાચાર એ છે કે યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ પણ ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
