News of Tuesday, 23rd December 2025
મહિલા ક્રિકેટરોને હવે મેચ ફીની બમણી રકમ અપાશે
ઘરેલુ વન-ડે અને મલ્ટી-ડે મેચોમાં પ૦ હજાર, ટી-ર૦ માં પ્રતિમેચ રપ હજાર રૂપિયા

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં ભારતીય મહિલા ટીમે ૨૦૨પના વનડે વર્લ્ડ કપ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ જીત પછી હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ મહિલા ક્રિકેટરોને એક મોટી ખુશખબર આપી છે. બીસીસીઆઇ એ ઘરેલુ મહિલા ક્રિકેટમાં મેચ ફી અંગે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે ઘરેલુ ક્રિકેટમાં મહિલા ખેલાડીઓને પુરુષ ખેલાડીઓ જેટલી જ મેચ ફી મળશે. આ નિર્ણયને મહિલા ક્રિકેટ માટે મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
નવા નિર્ણય મુજબ ઘરેલુ વનડે અને મલ્ટી-ડે મેચોમાં રમતી મહિલા ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થવા બદલ દરરોજ ૫૦ હજાર રૂપિયા મળશે. જો ખેલાડી રિઝર્વ તરીકે ટીમમાં હોય તો તેને પ્રતિ મેચ ૨૫ હજાર રૂપિયા મળશે. ટી-૨૦ ફોર્મેટની વાત કરીએ તો પ્લેઇંગ ઇલેવનમાં રમનાર મહિલા ખેલાડીઓને પ્રતિ મેચ ૨૫ હજાર રૂપિયા મળશે જયારે બેન્ચ પર રહેનાર ખેલાડીઓને ૧૨,૫૦૦ રૂપિયા આપવામાં આવશે. આ પહેલા સિનિયર મહિલા ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં હોવા બદલ માત્ર ૨૦ હજાર રૂપિયા મળતા હતા અને રિઝર્વ ખેલાડીઓને ૧૦ હજાર રૂપિયા આપવામાં આવતા હતા. એટલે કે હવે મેચ ફીમાં બમણાથી પણ વધુ વધારો થયો છે.
બીસીસીઆઇ એ જુનિયર સ્તરની મહિલા ટુર્નામેન્ટમાં પણ સમાનતા લાગુ કરી છે. બહુ-દિવસીય અને વનડે મેચોમાં જુનિયર સ્તરની પ્લેઇંગ ઇલેવનને દરરોજ ૨૫ હજાર રૂપિયા મળશે અને રિઝર્વ ખેલાડીઓને ૧૨,૫૦૦ રૂપિયા મળશે. ટી-૨૦ મેચોમાં જુનિયર પ્લેઇંગ ઇલેવનને ૧૨,૫૦૦ રૂપિયા અને અન્ય ખેલાડીઓને ૬,૨૫૦ રૂપિયા પ્રતિ મેચ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી યુવા મહિલા ક્રિકેટરોને પણ આગળ વધવાની મોટી તક મળશે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
