<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

૨૦૨૩ વર્લ્ડ કપ ફાઇનલ હાર પછી પૂરી તરહ ટૂટી ગયો હતો, સંન્યાસનો વિચાર કર્યો : રોહિત શર્મા

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં ૨૦૨૩ વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારનો ગહન દર્દ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ‘તે સમયે હું પૂરી તરહ ટૂટ ગયો હતો. વર્લ્ડ કપમાં મેં બધું જ આપી દીધું હતું, પરંતુ ટ્રોફી ન મળી તેનાથી મારામાં કોઈ એનર્જી બચી નહોતી. મને લાગ્યું કે મારામાં કંઈ બચ્યું નથી અને હું આ રમત વધુ રમવા માંગતો નહોતો.’ રોહિતે વધુમાં જણાવ્યું કે તેમણે સંન્યાસ લેવાનો વિચાર પણ કર્યો હતો કારણ કે માનસિક અને શારીરિક રીતે તેઓ ખાલી થઈ ગયા હતા. ૨૦૨૨માં વનડે કેપ્ટનશિપ સંભાળ્યા પછી તેમણે વર્લ્ડ કપ પર બધું દાવ પર લગાવ્યું હતું, પરંતુ હારથી તેમને ખૂબ મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડ્યું. જોકે, કેટલાક મહિના પછી તેઓ પાછા ઊભા થયા અને હવે ખરાબ દિવસોને ભૂલીને આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘હવે તે બુરા દિનો કી કિયા યાદ? મારા માટે તે બધું પાછળ રહી ગયું છે.’ આ ખુલાસાથી તેમની માનસિક મજબૂતી અને ક્રિકેટ પ્રત્યેની પ્રતિબદ્ધતા દેખાય છે. તેમના આ વીડિયો અને સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો તેમની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.

(9:43 AM IST)