<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

એક ફોન કોલ મારફત જ શુભમન ગિલને ભારતની T20 વર્લ્ડ કપ 2026 ટીમમાંથી બાકાત રખાયો ?

ટીમની સત્તાવાર જાહેરાતની થોડા મિનિટ પહેલાં જ ગિલને તેની બાદબાકીની જાણ કરવામાં આવી

મુંબઈ : શુભમન ગિલને ભારતની T20 વર્લ્ડ કપ 2026 ટીમમાંથી બાકાત રાખવાથી ભારતીય ક્રિકેટ ચાહકોને આઘાત લાગ્યો છે. પરંતુ ગિલ માટે પણ આ આઘાત ઓછો નહોતો. અહેવાલો અનુસાર, ટીમની સત્તાવાર જાહેરાતની થોડા મિનિટ પહેલાં જ ગિલને તેની બાદબાકીની જાણ કરવામાં આવી હતી.

Cricbuzzના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ શનિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ તેના કાર્યાલયમાંથી ટી20 વર્લ્ડ કપ અને આગામી ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ગિલને તેના થોડા સમય પહેલાં ફોન દ્વારા આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી. આ મોડી માહિતીને કારણે ગિલ પાસે તૈયારી કરવાનો સમય નહોતો કે પરિસ્થિતિ અંગે કોઈ સ્પષ્ટતા નહોતી.

 

આ અહેવાલમાં જણાવાયું છે કે, ગિલ અમદાવાદથી ચંદીગઢ પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમને ટીમમાંથી બાકાત રાખવાની જાણ કરવામાં આવી હતી. જ્યારે તેમને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ અમદાવાદથી નીકળી ગયા હતા. કયા અધિકારીએ તેમને જાણ કરી તે સ્પષ્ટ નથી, પરંતુ એ ચોક્કસ છે કે ગિલને તેમની મુસાફરી દરમિયાન આ સમાચાર મળ્યા હતા અને જાહેરાત થાય તે પહેલાં જ તેમને તેમના આ અંગે વિશે ખબર પડી હતી.

ગિલની બાદબાકી આશ્ચર્યજનક હતી. કારણ કે, તે T20 વર્લ્ડ કપ અને ન્યૂઝીલેન્ડ શ્રેણી બંને માટે પોતાને તૈયાર માનતો હતો. વધુમાં તે દક્ષિણ આફ્રિકા સામેની પાંચમી અને અંતિમ T20I રમવા માટે પણ ઉત્સુક હતો

 

 

(11:33 PM IST)