<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

ઇશાન કિશનને ચાન્‍સ મળશે?: મોટા ફેરફારો નહીવત!

ટી-૨૦ વર્લ્‍ડકપ અને ન્‍યુઝીલેન્‍ડ સામે ટી-૨૦ સિરીઝ માટે ટીમ ઇન્‍ડિયાની કાલે જાહેરાત : વોશિંગટન સુંદર, હર્ષિત રાણા, રિન્‍કુસિંહ રિઝર્વ ખેલાડી તરીકે નામ આવી શકે

નવી દિલ્‍હી : ભારતીય ક્રિકેટ ચાહકો માટે મહત્‍વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટી૨૦ સીરિઝ વચ્‍ચે હવે ટી૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬ માટે ટીમ ઈન્‍ડિયાના સિલેક્‍શનને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર આગામી ૪૮ કલાકમાં પસંદગી સમિતિની બેઠક થવાની છે, જેમાં વર્લ્‍ડ કપ માટેની ભારતીય ટીમ પર અંતિમ મહોર લાગી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ન્‍યૂઝીલેન્‍ડ સામેની ટી૨૦ સીરિઝ માટે જે ટીમ પસંદ થશે, તે જ ટીમ વર્લ્‍ડ કપમાં પણ રમતી જોવા મળશે.

આ નિર્ણયથી સ્‍પષ્ટ સંકેત મળે છે કે હવે ટીમ મેનેજમેન્‍ટ મોટા ફેરફારના મૂડમાં નથી. સિલેક્‍ટર્સ સ્‍થિરતા અને સતત પ્રદર્શનને મહત્‍વ આપી રહ્યા છે. જો કોઈ ખેલાડી ઇજાગ્રસ્‍ત થાય અથવા અનફિટ સાબિત થાય, તો જ ટીમમાં ફેરફારની શકયતા રહેશે. અન્‍યથા હાલની કોર ટીમને જ આગળ વધારવાની યોજના છે.

(3:16 PM IST)