<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

લખનૌમાં ભારે ધુમ્મસને કારણે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ એક પણ બોલ ફેંક્યા વિના રદ

અમ્પાયરોએ મેચ ચાલુ કરવા માટે લગભગ 3 કલાક રાહ જોઈ પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો નહીં થતા મેચને રદ કરી દેવાઈ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20I શરૂ થાય તે પહેલાં જ રદ કરવામાં આવી હતી. લખનૌમાં ભારે ધુમ્મસને કારણે ટોસ થઈ શક્યો નહીં, જેના કારણે અમ્પાયરોએ મેચ રદ કરવાની ફરજ પડી. આ મેચ 17 ડિસેમ્બર, બુધવારના રોજ લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમવાની હતી, પરંતુ સાંજ પડતાં જ શહેરમાં ભારે ધુમ્મસ છવાઈ ગયું. આ કારણે, અમ્પાયરોએ મેચ શરૂ થાય તે પહેલાં જ મુલતવી રાખી હતી. જોકે, ત્યારબાદના પ્રયાસો નિષ્ફળ ગયા, અને ત્રણ કલાકની રાહ જોયા પછી, મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

 

(9:48 PM IST)