<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

લખનૌ મેચમાં શું સંજુને નહીં મળે સ્થાન ?કુલદીપનું કપાઈ શકે પત્તું: જાણો કેવી હોઈ શકે ટીમ ઇન્ડિયા

ભારતીય ટીમ જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે: દક્ષિણ આફ્રિકાની નજર 5 મેચની સિરીઝમાં 2-2ની બરાબરી પર રહેશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 સિરીઝમાં ભારતીય ટીમ 2-1ની લીડ સાથે આગળ છે અને બુધવારે જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની નજર 5 મેચની સિરીઝમાં 2-2ની બરાબરી પર રહેશે. આ મહત્વનો મુકાબલો લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11માં વધારે ફેરફાર થવાની શક્યતા ઓછી છે.

ધર્મશાલામાં રમાયેલી ત્રીજી T20માં સૂર્યકુમાર યાદવે 2 ફેરફારો કર્યા હતા. અંગત કારણોસર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઘરે પાછા ફર્યા હતા. જેને કારણે હર્ષિત રાણાને અંતિમ 11માં સ્થાન મળ્યું હતું. વળી, અક્ષર પટેલની બીમારીના કારણે ચાઈનામેન બોલર કુલદીપ યાદવને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો. જો ચોથી મેચ પહેલા બુમરાહની વાપસી થાય, તો રાણાને બહાર બેસવું પડી શકે છે. અક્ષર પટેલ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે અને તેમની જગ્યાએ શાહબાઝ અહમદને સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે.

વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન ફરી એકવાર બહાર બેઠેલા જોવા મળી શકે છે. વાઇસ-કેપ્ટન શુભમન ગિલે જેણે પ્રથમ 2 મેચમાં 4 રન બનાવ્યા હતા, તેણે ત્રીજી T20માં રન બનાવીને ફોર્મમાં વાપસી કરી હતી. જોકે તેની ઇનિંગ્સ ઘણી ધીમી હતી. ધર્મશાલામાં ગિલે 5 ચોગ્ગાની મદદથી 28 બોલમાં 28 રન બનાવ્યા હતા. આ સ્થિતિમાં આગામી મેચમાં ઓપનિંગ જોડીમાં ફેરફાર થવાની સંભાવના ઓછી જણાય છે.

ભારતની સંભવિત પ્લેઇંગ 11
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

ભારતીય ટીમ સ્ક્વોડ
ભારતીય ટીમની સ્ક્વોડમાં આ ખેલાડીઓનો સમાવેશ થાય છે: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, સંજુ સેમસન, શાહબાઝ અહમદ, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર.

(12:23 PM IST)