<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

સરફરાઝ ખાન 3 વર્ષ પછી લીગમાં વાપસી : 75 લાખમાં ફ્રેન્ચાઇઝીએ બેઝ પ્રાઈસ પર પોતાની ટીમની સાથે જોડ્યો

સરફરાઝ ખાન હરાજીના પહેલા રાઉન્ડમાં વેચાયો ન હતો. ત્યારબાદ તેનું નામ એક્સિલરેટર રાઉન્ડમાં આવ્યું ત્યારે ફક્ત ચેન્નાઈ સુપર કિંગ્સે જ તેને ખરીદવામાં રસ દાખવ્યો. સરફરાઝ ખાન ત્રણ વર્ષ પછી IPLમાં પરત ફરી રહ્યો

IPL 2026 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ મંગળવારે અબુ ધાબીના એતિહાદ સ્ટેડિયમ ખાતે યોજાયેલા મીની ઓક્શનમાં સમજી વિચારીને પ્લેયર્સની પસંદગી કરી હતી. મોટી રકમ સાથે ઓક્શનમાં પ્રવેશ કરતી ટીમે યુવાનોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હરાજીના અંતે ફ્રેન્ચાઇઝીએ ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાનને 75 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર પોતાની સાથો જોડ્યો છે.

સરફરાઝ ખાન હરાજીના પહેલા રાઉન્ડમાં વેચાયો ન હતો. ત્યારબાદ, જ્યારે તેનું નામ એક્સિલરેટર રાઉન્ડમાં આવ્યું ત્યારે ફક્ત ચેન્નાઈ સુપર કિંગ્સે જ તેને ખરીદવામાં રસ દાખવ્યો. સરફરાઝ ખાન ત્રણ વર્ષ પછી IPLમાં પરત ફરી રહ્યો છે. તે છેલ્લે 2023માં લીગમાં રમ્યો હતો, જ્યારે તે દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો.

સરફરાઝને ઘરેલુ ક્રિકેટમાં તેના પ્રદર્શનનું ફળ મળ્યું છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેનું બેટ ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યું છે. તેણે અત્યાર સુધી સાત મેચમાં 329 રન બનાવ્યા છે. આજે, સરફરાઝની વિસ્ફોટક બેટિંગે તેની ટીમ મુંબઈને રાજસ્થાન સામે વિજય અપાવ્યો. સરફરાઝે 331.82ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી અને 22 બોલમાં 73 રન બનાવ્યા. તેણે મેચમાં છ ચોગ્ગા અને સાત છગ્ગા પણ ફટકાર્યા.

રૈનાએ IPL 2026 ઓક્શન વોર રૂમમાં જણાવ્યું હતું કે સરફરાઝનો હાલનો ફોર્મ તેની ઊંચી કિંમતને યોગ્ય ઠેરવે છે. તેણે સમજાવ્યું કે વેંકટેશ ઐયર જેવા ખેલાડીઓને ગયા વર્ષે મોટી રકમમાં ખરીદવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે તેમનું ફોર્મ એટલું પ્રભાવશાળી નહોતું. દરમિયાન, સરફરાઝ હાલમાં ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે અને તેના શોટની રેન્જ અને દબાણ હેઠળ પ્રદર્શન કરવાની ક્ષમતા તેને CSK ટીમ માટે સંપૂર્ણ ફિટ બનાવે છે.

તાજેતરમાં, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સરફરાઝે મુંબઈ માટે 25 બોલમાં 64 રન બનાવ્યા જેમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. આ પ્રદર્શને તેને IPL હરાજીમાં ટોચના કેપ્ડ બેટ્સમેનોની યાદીમાં મૂક્યો હતો.

(10:31 PM IST)