તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th December 2025
ગિલ પાસે એકસાથે ઘણી બધી જવાબદારી, તેને બ્રેક આપો, અન્ય ખેલાડીને અજમાવો
યશસ્વી અને સંજુ ઉચ્ચ ગુણવતાના ખેલાડી, પણ તેને તક મળી નથીઃ કૈફ

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફે ટીમ મેનેજમેન્ટને સાઉથ આફ્રિકા સામેની બાકીની ટી૨૦ મેચમાંથી શુભમન ગિલને બાકાત રાખવાની વિનંતી કરી છે. તે કહે છે, ‘શુભમન ગિલને એકસાથે ઘણી બધી જવાબદારી સોપવામાં આવી છે. ટેસ્ટ કેપ્ટન્સી વન-ડેની કેપ્ટન્સી ટી૨૦ના વાઇસ કેપ્ટન્સી કોઈપણ ખેલાડી એકસાથે આટલી બધી જવાબદારી ન સંભાળી શકે અને એ શક્ય પણ નથી.જવાબદારીઓ ધીમે-ધીમે આપવી જોઈએ. મને લાગે છે કે તેને બ્રેક આપવાનો અને અન્ય પ્લેયર્સને અજમાવવાનો સમય આવી ગયો છે. સંજુ સેમસન અને યશસ્વી જાયસ્વાલ ઉચ્ચ ગુણવત્તાના ખેલાડી છે. તેમને પુરતી તક મળી નથી. આમાં બેવડા ધોરણ ન હોવા જોઈએ. વાઈસ-કેપ્ટન્સને આ પહેલાં પણ ડ્રોપ કર્યા છે. જો શુભમન ગિલને આરામ આપવાનું અને બીજા કોઈને ટીમમાં લાવવાનું ટીમના હિતમાં હોય તો આમાં કાંઈ ખોટું નથી.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
